નવસારી : શહેરનો તમામ કચરો ડોલી તળાવ નજીક ઠલવાઇ રહ્યો

નવસારી વિજલોર નગરપાલિકા એક થયા પહેલા વિજલપોર નગરપાલિકા દ્વારા ડમ્પીંગ યાર્ડની સુવિધા નહિ કરાઈ હોવાથી શહેરનો તમામ કચરો ડોલી તળાવ નજીક ઠાલવવામાં આવતો હતો પરંતુ આસપાસ રહેતા લોકોની વારમ વાર અહીં કચરો નાખવાની મનાઈ ફરમાવવા માટે થયેલી રજુઆત બાદ પાલીકા દ્વારા કચરો નાખવાનું બંધ કર્યું હોવાનું પાલીકા દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે હાલ ડમ્પીંગ યાર્ડ બંધ હોવા છતાં અહીં કચરો ઠલવાય છે. મહત્વનું એ છે કે આ ડોલી તળાવના ડમ્પીંગ યાર્ડને લઈને તેની ફરતે વાડ તેમજ ફેંસિંગન કરવાની વાતો બાદ કામ મંજુર થતા આ કામને લઈ ઘણા કૌભાંડો બહાર આવ્યા હતા. પરંતુ પાલીકા પ્રજાના કામ નહીં પરંતુ ફક્ત શાસન કરવા માટે જ સતા પર આવતી હોય તેવું લોકોને લાગી રહ્યું છે.ડમ્પીંગ યાર્ડમાં કચરો વારમ વાર થલવાતો હોવાય છે પરંતુ આ ડોલી તળાવ ડમ્પીંગ યાર્ડ ફરતે કોઈ વાડ કરેલી નહિ હોવાથી રખડતા ઢોર આ ઢગલામાં બેસી રહે છે. મોડી રાત્રે આ ડમ્પીંગ યાર્ડમાં આગ અલગતા ત્રણ જેટલી ગાયો બળીને ખાખ થઈ હતી. પાલીકાની ધોર બેદરકારીને કારણે ત્રણ ગયોનાં ભોગ લેવાતા ગૌરક્ષકો ઘટના સ્થળે પહોચ્યા. જોકે તેમના દ્વારા તાત્કાલિક પણે આ ડોલી તળાવના ડમ્પીંગ યાર્ડનાં મુદાની નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે.કારણકે મળતી માહિતી અનુસાર અગાઉ પણ આ જ રીતે આ યાર્ડમાં અનેક પશુએ આગમાં જીવ ગુમાવ્યો હોવાની વાત સામે આવી છે પરંતુ પાલીકા દ્વારા આને લઈ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી
વિજલપોર નાં ડોલીતળાવ ખાતેના આ ડમ્પીંગ યાર્ડમા આગ લાગતા યાર્ડમાં ગાયો ફસાઈ હોવાનાં કારણે ગૌરક્ષકો ઉપર ફોન આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ આગ વિકરાળ હોવાથી ત્રણ જેટલી ગાયોનાં મોત નિપજ્યા હતા. પ્રાથમિક રીતે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આગ લગાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું હતું. જોકે ફાયર બ્રિગેડનાં બે બમ્બા ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી. પરંતુ આ ખૂબ ગંભીર બાબત છે વારમ વાર આવી ઘટના અહીં બનતી હોવાથી પાલીકાએ આ બાબતે કંઈક કડક પગલાં લેવા જોઈએ.