પીએમ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્તાને સુપ્રીમની મંજૂરી

પીએમ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્તાને સુપ્રીમની મંજૂરી

દિલ્હી ખાતે નવા સંસદ ભવનના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સાથેના વાંધાઓ અંગે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપતા નવા સંસદ ભવનના નિર્માણને પુરાતત્વ સંરક્ષણ સમિતિની સહમતિ જરૂરીની શરતી મંજૂરી આપી દીધી છે. અદાલતે કહ્યું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પર્યાવરણ મંજૂરી યોગ્ય રીતે અપાઈ હતી. સાથે કહ્યું છે કે કન્સ્ટ્રક્શન શરૂ કરવા માટે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની મંજૂરી પણ લેવામાં આવે.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની જાહેરાત વર્ષ 2019 ના સપ્ટેમ્બરમાં થયું હતું. તેમાં સંસદની નવી ત્રિકોણીય ઈમારતમાં એક સાથે લોકસભા અને રાજ્યસભાના 900 થી 1200 સાંસદો બેસી શકશે. તેનું નિર્માણ વર્ષ 2022 માં 75મા સ્વતંત્રતા દિવસ સુધીમાં પુરું કરી લેવાશે જ્યારે કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ 2024 સુધી પૂરું કરવાની તૈયારી છે.
સુપીમ કોર્ટના જસ્ટિસ એ.એમ.ખાનવિલ્કર, દિનેશ મહેશ્વરી અને સંજીવ ખન્નાની બેંચે નિર્ણય આપ્યો છે. આ નિર્ણય અદાલતે ગત 5 નવેમ્બરે સુરક્ષિત રાખ્યો હતો. જો કે ગત વર્ષ 2020 ની તા.7 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના અનુરોધ પછી કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભૂમિ પૂજનની અનુમતિ આપી હતી. કેન્દ્ર સરકારે કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે તે પેન્ડિંગ અરજીઓ ઉપર નિર્ણય આવે ત્યાં સુધી કોઈ બાંધકામ, તોડફોડ કે ઝાડ કાપવાનું કામ નહીં કરાય. ત્યારબાદ તા.10 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો.