પીએમ મોદી રિવરફ્રન્ટથી કેવડિયા સી-પ્લેનથી જશે - સી-પ્લેનનું ભાડું 4800 રૂપિયા

પીએમ મોદી રિવરફ્રન્ટથી કેવડિયા સી-પ્લેનથી જશે - સી-પ્લેનનું ભાડું 4800 રૂપિયા

પીએમ મોદી ની ગુજરાત મુલાકાત પહેલા સી-પ્લેન સોમવારે અમદાવાદ ખાતે આવી પહોંચશે. રવિવારે માલદીવ્સથી સી-પ્લેન કોચી આવી પહોંચ્યું હતું। સી-પ્લેન કોચીથી ગોવા થઈ અમદાવાદ આવશે. અમદાવાદ પહોંચ્યા પછી સી-પ્લેનની 2 દિવસ ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા સી-પ્લેનમાં જશે.
કેન્દ્રની ઉડાન યોજના હેઠળ રીજનલ કનેક્ટિવિટી સ્કીમ શરૂ કરાય છે. આ યોજના હેઠળ 1 કલાકથી ઓછા સમયમાં ફ્લાઈટની મુસાફરી પૂરી કરી શકાય તેમ હોય તે રૂટનું ભાડું રૂ. 2500 નક્કી કરવામાં આવ્યું છે. ઉડાન યોજનામાં નાની ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ યોજનામાં આવતા રૂટ પર 1500 થી 2500 સુધીનું ભાડું હોય છે. વધારામાં અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટનું ભાડું પણ રૂ.2500 - 3000ની આસપાસ છે પરંતુ સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કરાયું છે. સી-પ્લેન અમદાવાદથી કેવિડયા રૂટ ઉડાન યોજના હેઠળ આવે છે ત્યારે આટલું ભાડું હોવાથી સામાન્ય માણસને સી-પ્લેનની મુસાફરીનો લાભ આપવાનો હેતુ સિદ્ધ થવા અંગે શંકા છે.
દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે. સી-પ્લેન 200 કિમીનું અંતર કાપી શકે છે આ અંતર કપાતા તેને 45 મિનિટ લાગે છે સી-પ્લેનમાં 6 ક્રુ મેમ્બર્સ હોઈ છે