પાકિસ્તના સહીત 13 ઇસ્લામિક દેશોના નાગરિક માટે યુએઈમાં વિઝા પ્રતિબંધ

પાકિસ્તના સહીત 13 ઇસ્લામિક દેશોના નાગરિક માટે યુએઈમાં વિઝા પ્રતિબંધ

સંયુક્ત આરબ અમીરાતએ પાકિસ્તાનને ઝટકો આપતા પાકિસ્તાન સહિત 13 દેશોના નાગરિકોના યુએઇ પ્રવાસ ઉપર પ્રતિબંધ મુક્ત યુએઈએ નવા વીઝા ઈશ્યૂ કરવા પર રોક લગાવી છે. બિઝનેસ પાર્ક દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજ મુજબ, ઈરાન, સીરિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સહિત 13 મુસ્લિમ બહુમતીવાળા દેશોના નાગરિકોને હાલ નવા વીઝા ઈશ્યૂ કરવા સામે મનાઈ ફરમાવી દેવાઈ છે. અફઘાન, પાકિસ્તાન સહિત ઘણા અન્ય દેશોના નાગરિકો માટે અસ્થાયી રીતે વીઝા પર સુરક્ષા ચિંતાઓને લઈને રોક લગાવાઈ છે. બિઝનેસ પાર્કમાં કામ કરતી કંપનીઓ માટે દસ્તાવેજ મોકલી દેવાયો છે. જો કે યુએઈની ફેડરલ ઓથોરિટી ફોર આઈડેન્ટિટી એન્ડ સિટીઝનશિપ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ઈસ્લામિક સ્ટેટ દ્વારા સાઉદી અરેબિયામાં કરાયેલા બોમ્બ હુમલા બાદ યુએઈમાં રહેલા ફ્રાન્સના દૂતાવાસે પોતાના નાગરિકોની સુરક્ષા માટે અપીલ કરી હતી. જેના એક સપ્તાહ બાદ આ પત્ર બહાર પડાયો છે. સાઉદી અરેબિયામાં જેદ્દા સ્થિત કબ્રસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.