પંચમહાલ : અનાજ કૌભાંડની તપાસ એ.સી.બી. અને સી.આઈ.ડી. ને સોંપવાની માંગ

પંચમહાલ જિલ્લાના શહેરા પુરવઠા ગોડાઉનમાં સ્ટોક પત્રક કરતાં ઓછો જથ્થો મળી આવવાના મામલામાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે સમગ્ર તપાસ એસીબી અને સીઆઇડીને સોંપવા પોતે રજુઆત કરશે એમ જણાવ્યું છે.તેઓએ વધુમાં પોતે પુરવઠા નિગમ બંધ કરી રેવન્યુ વિભાગને જવાબદારી સોંપવામાં આવે એવી સરકારમાં રજુઆત કરશે અને ન્યાયિક અને તટસ્થ તપાસ કરવામાં આવે,સસ્તા અનાજની દુકાન એક બે વાર સસ્પેન્ડ થાય તો કાયમી પરવાનો રદ કરવો જોઈએ એવી માંગ વિધાનસભામાં કરીશ અને ગેરરીતિ થયેલો જથ્થો ક્યાં ગયો ,કોણ લઈ ગયું અને કેવી રીતે ગયો  અને જથ્થો કબ્જે કરવામાં આવે એમાં મને સંતોષ છે એમ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છેકે હાલ આ તપાસ પંચમહાલ એસઓજી શાખાને સોંપવામાં આવી છે. જેઠાભાઇ ભરવાડે પોતે સરકારી અનાજના ગોડાઉન નવીન બનાવવા મુદ્દે સંલગ્ન વિભાગના અધિકારીઓને લઈ મુલાકાતે ગયા હતા.દરમિયાન જથ્થો ઓછો જણાતાં ગેરરીતીની આશકા આધારે  તપાસ  માટે ગાંધીનગર  રજુઆત કરી હતી પરંતુ વિજિલન્સ તપાસ આવી નહોતી.બીજી તરફ જે સીએ એજન્સીને ફરિયાદમાં શકદાર તરીકે દર્શાવવામાં આવ્યો છે જેણે પણ પોતાને ૨૧જાન્યુઆરીએ ની પોતાની એજન્સીને જવાબદારી સુપરત કરવામાં આવી હતી અને ૨૭ જાન્યુઆરીએ ઓડિટ કરી રિપોર્ટ આપવામાં આવ્યો હતો જેમાં ચોખા નો જથ્થો ઓછો જણાતાં ગાંધીનગર રિપોર્ટ પણ કર્યો હતો એમ જણાવી ગોડાઉન પોતાની તપાસ દરમિયાન જથ્થો યોગ્ય હતો એવું પુરવાર કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે હવે આ પ્રકરણમાં કયો નવો વળાંક આવશે.