પંચમહાલ : એલસીબી પોલીસે એટીએમ ફ્રોડ કરતી ગેંગ સૂત્રધારને ઝડપી પાડ્યો

દાહોદ એલસીબી પોલીસે રાજસ્થાન ના સજ્જનગઢ ના એટી એમ ફ્રોડ કરતો આરોપી અમીત રાજ કુમાર મહાલા ને રાજસ્થાન ના સજ્જનગઢ થી ઝડપી પાડી કુલ 3,18,800 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્ય વાહી હાથ ધરી
આધુનિક યુગમાં હવે લોકો ડીઝીટલ રીતે પૈસા નો વ્યવહાર કરતા હોય છે પહેલા ની જેમ હવે રોકડીયા પૈસા નો વ્યવહાર ખુબજ ઓછા લોકો કરતા હોય છે નેટ બેન્કિંગ નો લોકો વધુ માં વધુ ઉપયોગ કરે તે માટે સરકાર પણ પ્રયત્ન કરતી હોય છે જોકે આજના યુગમાં માં ડીઝીટલ માફિયાઓ પણ ખુબજ મોટા પાયે છેતરપીંડી કરતા હોય છે રોજ બરોજ ઓનલાઈન છેતર પિંડી ના કિસ્સાઓ ના સમાચારો માધ્યમો માં આવતા હોય છે તેમ છતાંય અનેક લોકો આવા ભેજા બાજ લોકો નો શિકાર બનતા હોય છે અને પોલીસ પણ આવા ભેજા બાજો ને ઝડપી પાડતી હોય છે એજ પ્રકારે દાહોદ એલસીબી પોલીસે પણ ગેંગ નો પર્દાફાશ કર્યો મુળ હરિયાણા ની ગેંગ એટીએમ ફ્રોડ ગેંગ ના નામે પ્રખ્યાત ગેંગ ના મુખ્ય સુત્રધાર ને પોલીસે રાજસ્થાન થી ઝડપી પાડ્યો હતો અને તેની પાસે થી 94 એટીએમ કાર્ડ એક મોટર સાયકલ એક કાર પાસ બુકો સ્કેનર મશીન વગેરે કબ્જે કરી કુલ 3,18,800 નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો ગેંગ ના ઝડપાયેલા અમીત રાજકુમાર મહાલા નામના આરોપીએ દાહોદ પંચમહાલ અરવલ્લી મહીસાગર જિલ્લાઓ માં જઈને એટીએમ ફ્રોડ ની ઘટના ને અંજામ આપ્યો હોવાનું પણ પોલીસ તપાસ માં બહાર આવ્યું હતું આ ગેંગ એટીએમ ફ્રોડ કઈ રીતે કરે છે તેપણ જાણવા જેવું છે કોઈ ફિલ્મ ને પણ ટક્કર આપે તે રીતે આ ગેંગ લોકો ના એટીએમ માંથી બિન્દાસ રૂપિયા ઉપાડવામાં સફળ થતા હતા તેઓ ની ઢબ એટીએમ ફ્રોડ કરવાની અનોખી હતી આ ગેંગ ના સાગરીતો એટીએમ મશીન જ્યાં હોય તેની આસપાસ ફરતા હોય છે જો કોઈ એટીએમ માં પૈસા ઉપાડવા આવે એટલે તેમની મદદ ના બહાને આ ગેંગ નો સભ્ય ત્યાં પહોંચી જતો હતો અને એટીએમ લઈને ગેંગ ના સભ્ય પાસે રાખેલ મશીન માં ગ્રાહક ના એટીએમ નો ડેટા લઈ લેતા હતા અને ત્યાર બાદ ગ્રાહકનો પીન જાણી એટીએમ ગ્રાહક ને પરત કરી ત્યાંથી પલાયન થઈ જતા હતા જોકે ત્યાર બાદ આ ગેંગ ના લોકો તેમની પાસે રાખેલ બ્લેન્ક એટીએમ માં ગ્રાહકનો તમામ ડેટા નાખી ને ગ્રાહક ના એટીએમ માંથી બિન્દાસ પૈસા ઉપાડી લેતા હતા દાહોદ માં પણ 2 દિવસ અગાઉ એક ગ્રાહક સાથે આવીજ એક ઘટના બની હતી અને વિવિધ એટીએમ માંથી ગ્રાહકના 85 હજાર રૂપિયા ઉપડી ગયા હતા જેની ફરિયાદ દાહોદ પોલીસ માં ફરિયાદ કરી હતી જે આધારે એલ સી બી પોલીસે એટી એમ ફ્રોડ ગેંગ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતા એટીએમ ફ્રોડ ગેંગ ને એલસીબી પોલીસે ઝડપી પાડી પર્દાફાશ કર્યો હતો.