પંચમહાલ : ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ માઁ ની આરાધના કરી

મોરવા હડફ તાલુકાના કડાદરાના જય અંબે ગરબા મહોત્સવમાં આઠમા નોરતે ખેલૈયાઓએ મનમુકીને માની આરાધના કરી હતી.
શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારના ગરબામાં ખેલૈયાઓ મનમુકીને ગરબા ખેલતા હોય છે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી સિવાય ગ્રામ્ય વિસ્તારમાં મંડળોમાં ખેલૈયાઓ ગરબે રમતા હોય છે. એ જ પ્રકારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના કડાદરા ગામ એક ગ્રામ્ય વિસ્તાર તરીકે ગણાતું ગામ છે. આ ગામમાં છેલ્લા કેટલાય વર્ષથી ગ્રામજનો દ્વારા ગરબાનું આયોજન કરાતું હોય છે અને અહીં ખેલૈયાઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને ખેલૈયાઓ શાંતિપૂર્ણ રીતે ગરબા રમીને માની આરાધના કરી શકે એ પ્રકારે આયોજકો દ્વારા આયોજન કરાતું હોય છે. કડાડરા ગામના શેરી ગરબા મહોત્સવના ગરબામાં ખેલૈયાઓએ મનમુકીને ગરબાની રમઝટ બોલાવી હતી. અહીં આરતીના સમયે મોટી સંખ્યામાં ગામ લોકો જોડાય છે,જેમાં કડાદરા સહીત આસપાસના ગામોમાંથી ખેલૈયા ગરબા રમવા આવતા હોય છે.