પેટા ચૂંટણીમાં ભાજપની જીત બાદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે શું કહ્યું વાંચો

પેટા ચૂંટણીમાં ભાજપની જીત બાદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે શું કહ્યું વાંચો

આજે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની 8 બેઠકો ઉપર વિજય મેળવાય બાદ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પોતોના ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ મુકીને જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાશ્રીઓ, આગેવાનશ્રીઓને પુરો વિશ્વાસ હતો કે આ વખતે અમે આઠે આઠ બેઠકો જીતીશું। ગુજરાતના મતદારોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં જે વિશ્વાસ મુક્યો તે બદલ તમામ મતદાર ભાઈ બહેનોનો હું આભાર માનુ છું. સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે લોકો સુધી પહોંચવું, લોકો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવો, લાભાર્થીઓને સામેથી શોધી એમને મદદ પહોંચાડવી અને એમની સાથેનો સંપર્ક જાળવી રાખવો। કાર્યકર્તાશ્રીઓએ ખૂબ મજબૂત માધ્યમથી કામ કર્યુ છે જે પણ જીતનો ખૂબ મહત્વનો ભાગ છે.
નવસારી સાંસદ સી આર પાટિલની જ્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થઈ ત્યારે તેમણે કહ્યું હતું કે હું બિનઅનુભવી જરૂરથી હોઈશ પણ મારા પ્રયત્નો પ્રામાણિક હશે જે જરૂરથી પરિણામ સુધી પહોંચશે। વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પરીક્ષા હતી જેમાં પાટીલ પાસ થઈ ગયા છે પાટીલની વ્યૂહરચના અને ટીમવર્કને કારણે ભાજપને મોટી જીત હાસિલ કરી છે કારણકે વિધાનસભાની તમામ 8 બેઠક અગાઉ કૉંગ્રેસ પાસે હતી પરંતુ આ ધારાસભ્યો ભાજપમાં ભળી જતાં ભાજપ માટે બેવડો પડકાર હતો. એક તો કૉંગ્રેસના પક્ષપલ્ટુને જિતાડવા અને ભાજપને જેટલી વધુ બેઠકો મળે એટલો ફાયદો લેવાનો એટલકે વકરો એટલો નફો કરવાનો અને સાથે પાટીલને પોતાની શક્તિનો પરિચય આપવાનો હતો જેમાં પાટિલે પોતાનો પાવર પૂરવાર કરી બતાવ્યો છે. પેટાચૂંટણી રૂપી પ્રિલિમરી પરીક્ષા પાટિલે પૂરેપૂરાં માર્કસ સાથે પાસ કરી લીધી છે ત્યાબાદ ફાઇનલ એટલે કે હવે 2022ની વિધાનસભાની જવાબદારી છે. 2022માં 182 બેઠકોમાંથી 182 બેઠકો જીતવાનો દાવો સાર્થક કરવા સી.આર પાટિલ શું નવા દાવ અજમાવે છે તેના પર સૌની નજર રહેશે.


પેટાચૂંટણીમાં 8 બેઠકો જીત્યા પછી ભાજપની બેઠકો 111 પર પહોંચી છે. 2017માં 77 બેઠકો જીતેલા કોંગ્રેસની સ્થિતિ હવે વિધાનસભામાં 65 બેઠકોની રહી છે. 2017થી અત્યાર સુધીની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસે 12 બેઠકો ગુમાવી છે. દ્વારકા અને મોરવા હડફની બેઠકો કોર્ટ કેસના કારણે હાલ ખાલી પડી છે. કુલ 182 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપના 111 અને કોંગ્રેસના 65 ધારાસભ્યો છે. હાલમાં 2 બેઠક BTP, 1 બેઠક NCP અને એક બેઠક અપક્ષ પાસે છે.