પ્રાંતિજ : ધાર્મિક પ્રસંગ નું આયોજન થતા ૧૦૦ માણસોના ટોળા વિરૂધ્ધ ગુનો નોધાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લાલપુર ખાતે વગર મજુરીએ ધાર્મિક પ્રસંગ નુ આયોજન કરવામા આવતા પ્રાંતિજ પોલીસ દ્રારા ૩૦ ઈસમો સહિત ૧૦૦ માણસો ના ટોળા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી .
પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક નિરજ કુમાર બડગૂજર તથા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સૂર્યવંશી ના માર્ગદર્શન હેઠળ હાલમા ચાલી રહેલ વિશ્વ ભરમા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ આર્ગે નાઈ ઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય જેથી લોકોની જીંદગી ને ચેપી રોગ થવાનો સંભવ હોવાનુ જાણવા છતાંય પૂર્વ પરવાનગી વગર ધાર્મિક પ્રસંગો યોજાય તો કાયદેસર ની કાર્યવાહી કરવા જણાવેલ હોઇ તો પણ તા.૨૨|૫|૨૦૨૧ ના રોજ પ્રાંતિજ તાલુકા ના લાલપુર ગામે મહાકાલી માતાજી તથા બળીયાદેવ મહારાજ ના મંદિરે ધાર્મિક પ્રસંગ નુ આયોજન કરી વડવાવારી માતાજી હવન અને બળિયાદેવ બાપા મંદિર રે હવન ધંઉ ના ટોઠા માતાજી ને સુખડી ની થારી ધર દીઠ આખુયે ગામ એક સાથે ઢોલ નગારા સાથે બાધા કરવા નિકળતા સોશિયલ ડીસટન નો ભંગ કરેલ હોવાની માહિતી પ્રાંતિજ પોલીસ ને મળતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ પી.એલ વાધેલા દ્રારા ધાર્મિક પ્રસંગ નુ આયોજન કરનાર લાલસિંહ ગંભીરસિંહ ઝાલા તથા વિમલસિંહ પ્રતાપસિંહ ઝાલા તથા અન્ય ૨૮ ઈસમો વિરૂધ્ધ નામ જોગ ફરિયાદ તથા આશરે ૧૦૦ જેટલા માણસોના ટોળા વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૨૬૯,૨૭૦,૧૮૮,૧૧૪ તથા એપેડીમેક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ-૩તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની કલમ-૫૧ (બી) મુજબ ગુન્હો દાખલ કરી તાત્કાલિક ધોરણે ૫૮ ઈસમો ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી .