પ્રાંતિજ : પોગલુના મહંતનુ લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માન

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પોગલુ ખાતે આવેલ વારાહી શક્તિપીઠ પોગલુ ના મહંત તથા મંગલોદય સેવા પ્રતિષ્ઠાન પ્રાંતિજ ના અધ્યક્ષ સુનીલદાસ મહારાજ નુ કોરોના કાળ મા સેવા ઓને લઈ ને લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્રારા પ્રમાણ પત્ર આપી ને સન્માન કરવામા આવ્યુ
ભારત સહિત સમગ્ર વિશ્વ મા લોકો કોરોનાની મહામારી સામે લડી રહ્યુ છે ત્યારે ગુજરાત મા વિવિધ જગ્યાએ લોકો પોતાની શક્તિ પ્રમાણે અને તેનાથી પણ વધારે મદદકરી રહ્યા છે ત્યારે પ્રાંતિજ ના પોગલુ ખાતે આવેલ શ્રી વારાહી શક્તિપીઠ પોગલુ ના મહંત તથા મંગલોદય સેવા પ્રતિષ્ઠાન પ્રાંતિજ ના અધ્યક્ષ મહંત સુનીલદાસજી બલરામદાસજી મહારાજ નુ સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરી માનવ ધર્મ નિભાવી રહ્યા છે ત્યારે કોરોના કાળમા સેવા આપવા બદલ લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્રારા આવા નિસાર્થ સેવા આપી રહેલ કોરોના વોરીયર્સો ની સેવાઓને લઈ ને તેવોને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ દ્રારા સન્માનિત કરવામા આવ્યા હતા અને લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્રારા ની સમાજ પ્રત્યેની સેવા અને પ્રતિબદ્ધતા બદલ સન્માન પત્ર આપવામા આવ્યુ હતુ જેમા સંસ્થા ના યુરોપ ના પ્રેસિડેન્ટ વિલિયમ ઝેયલટ તથા ભારત ના પ્રેસિડેન્ટ સંતોષ શુકલા દ્રારા તેવોના કામની પ્રશંસા કરી ગુજરાત ના પ્રેસિડેન્ટ અશ્વિનભાઇ ત્રિવેદી , વાઇસ પ્રેસિડેન્ટ દિવ્ય ત્રિવેદી દ્રારા ગાંધીનગર ખાતે પોગલુ ના મહંત સુનીલદાસજી મહારાજ ને સન્માન પત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા .