પ્રાંતિજ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ કામદારોને કોરોનાની રસી અપાઈ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે નગરપાલિકાના સફાઈ કામદારો ને કોરોના ની રસી આપવામાં આવી હતી તો પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલા બેન સુમેસરા તથા નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા ઉપસ્થિત રહીને સફાઈ કામદારો ને પ્રોત્સાહિત કર્યા હતાં .
પ્રાંતિજ ખાતે આવેલ પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે વેકસીનેશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાંતિજ નગરપાલિકાના સફાઈ કામદારો ને કોરોના ની વેકસીન આપવામાં આવી હતી જેમાં ૪૦ જેટલા નગરપાલિકાના સફાઈ કામદારો એ આજે કોરોના ની રસી લીધી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલા બેન સુમેસરા તથા નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇકડીયા , આરોગ્ય અધિકારી સંજયભાઇ ચૌધરી , નગરપાલિકાના કોર્પોરેટર મહેબુબભાઇ બલોચ , જતીનભાઇ જોશી , ગોપાલભાઇ પટેલ , યુસુફભાઈ વ્હોરા સહિત ઉપસ્થિત રહ્યા તો નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલા બેન સુમેસરા દ્વારા કોરોનાની રસી દરેક સફાઈ કામદારોએ લેવા અનુરોધ કર્યો હતો અને આ રસી બિલકુલ સુરક્ષિત છે અને કોઇપણ જાતની બીક વગર આ રસી લેવી જોઈએ અને ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહી અને કોઇપણ જાત નો ડર રસી ને લઈને રાખવો નહી અને નગરજનોએ પણ પોતાનો નંબર આવે ત્યારે કોઇપણ જાત નો ડર રાખ્યા વગર કોરોના ની રસી લેવા અનુરોધ કર્યો હતો.