પ્રાંતિજ : શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરના હોલમાં વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તપોધન ફડી ખાતે આવેલ શ્રીકાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ના હોલમા વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો જેમા ૧૦૦ જેટલા લોકોએ કોરોના સામે રક્ષણ મળે તે માટે રસી લીધી હતી.
પ્રાંતિજ ખાતે કાર્યરત પ્રાંતિજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા આજે પ્રાંતિજ તપોધન ફડી ખાતે રસીકરણ કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા તપોધન ફડી ખાતે રહેતા રહીશો સહિત આજુબાજુ મા રહેતા રહીશોએ કોરોનાની વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો હતો તો કુલ- ૧૦૦ જેટલા લોકોએ કોરોનાની રસી આપવામા આવી હતી તો અર્બન હેલ્થ ના તબીબી ર્ડા.પ્રકાશચંદ્ર જી.પટેલ , સી.એચ.ઓ અમિતાભાઇ , આર.જે.ઝાલા , વિપુલભાઇ પટેલ , કિષ્ણાબેન ભોઇ સહિત આશાવર્કર બહેનો ની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી તો તપોધન ફડી ખાતે રહેતા યુવાનો રવિભાઇ રાવલ , સુરેશભાઈ રાવલ , રાકેશભાઈ રાવલ , મિતેષભાઇ રાવલ , દર્શનભાઇ રાવલ , બિટટુભાઇ રાવલ સહિત ની ટીમ દ્વારા શ્રીકાશીવિશ્વનાથ મહાદેવ મંદિર હોલ ખાતે સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ અને સરકાર ના વેક્સિનેશન કાર્યક્રમ મા જોડાઈ ને પોતે વેક્સિન લઈ ને સમાજ સેવાની સાથે દેશ સેવાના કાર્યક્રમમા જોડાયા હતા અને તપોધન ફડી ખાતે રહેતા રાવલ સમાજ તથા અન્ય સમાજ ના લોકો ને પણ ધરે ધરે જઇ ને સરકાર દ્વારા આપવામા આવતી આ કોરોનાની વેક્સિન લેવા સચોટ માર્ગદર્શન માહિતી આપી ને શ્રીકાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ના હોલ ખાતે લાવ્યા હતા લોકોને રસી લેવા જાગૃત કર્યા હતા અને રસી અપાવી હતી તો સોશિયલ ડીસટન સાથે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો