પ્રાંતિજ : શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંન્ત અધિકારીને આવેદનપત્ર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા ચિલોડા થી શામળાજી નેશનલ હાઇવે આઠ ઉપર પડેલ ખાડાઓ અને રોડનુ કામ ઝડપી પૂર્ણ કરવામા આવે અને પ્રાંતિજ માર્કડેશ્વર મહાદેવ મંદિર તરફ અને જુના રસુલપુર ખાતે અંડર બ્રીજની માંગ અને ટોલ ટેક્સ માફ કરવા સહિતની વિવિધ રજુઆતો સાથે પ્રાંતિજ-તલોદના પ્રાંન્ત અધિકારી ને આવેદનપત્ર પત્ર આપ્યું.
પ્રાંતિજ ખાતે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ની આગેવાની હેઠળ ૧૦૦ જેટલા કોંગ્રેસ કાર્યકરો સાથે આજે પ્રાંતિજ તાલુકા પંચાયત થી રેલી સ્વરૂપે નિકળી પ્રાંતિજ પ્રાંન્ત કચેરી ખાતે જઇ ને પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા ને આવેદનપત્ર આપ્યુ હતુ અને ચિલોડા-શામળાજી ઉપર ઠેરઠેર રોડ ઉપર પડેલ મસ મોટા ખાડાઓ પડી ગયા છે અને હાઇવે ઓથોરીટી કોઇજ સુવિધાઓ ના આપતી હોવા છતાંય તગડો ટોલટેક્સ પણ ઉઘરાવે છે તો ટોલટેક્સ નાબુદ કરવા સહિત ની રજુઆતો કરી હતી તો પ્રાંતિજ માર્કડેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રોડ ઉપર તથા જુના રસુલપુર ગામ પાસે અંડર બ્રીજ બનાવવા માગ સાથે રજુઆતો કરી હતી તો છેલ્લા ત્રણ વર્ષ થી ચાલી રહેલ રોડ નુ કામ ઝડપથી પૂર્ણ કરવામા આવે તેવી રજુઆતો પણ કરવામા આવી હતી તો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , કોંગ્રેસ તાલુકા પ્રમુખ અમરીશ પટેલ , રેખાબેન સોલંકી , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , તાલુકા સદસ્ય રાજ પટેલ ,નૂતનભાઇ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા .