પ્રધાનમંત્રી મોદી દિવાળી જેસલમેર સીમા ઉપર તૈનાત જવાનો સાથે કરશે

પ્રધાનમંત્રી મોદી દિવાળી જેસલમેર સીમા ઉપર તૈનાત જવાનો સાથે કરશે

વર્ષ 2020 ની દિવાળી ખાસ બની રહેવાની છે કારણ કે આ તહેવાર કોરોના મહામારીમાં આવ્યો છે તેવા મુશ્કેલ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ જવાનો સાથે દિવાળી મનાવશે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન મોદી આ વર્ષે જેસલમેરમાં સીમા પર જવાનો સાથે દીપોત્સવ મનાવશે। પીએમ મોદી સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, સેના પ્રમુખ એમ.એમ.નરવણેની ઉપસ્થિત રહે તેવી પૂરી સંભાવના છે. આ પહેલાં અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીનો તહેવાર દેશની સીમા પર તૈનાત જવાનો સાથે મનાવતાં આવ્યા છે. વડાપ્રધાન મોદી આ પહેલાં જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ સહિત અનેક સ્થળે જઈને જવાનો સાથે દિવાળી ઉજવી છે. વડાપ્રધાન મોદી જવાનોને આ પ્રસંગે પોતાના હાથે મિઠાઈ ખવડાવે છે અને તેમની સાથે વાતચીત કરે છે. છેલ્લા થોડા દિવસોથી ભારત અને ચીન વચ્ચે તણાવનો માહોલ હોઈ પીએમ મોદી જવાનો સાથે દિવાળી મનાવશે તો જવાનોનું મનોબળ પણ વધશે.