પાલનપુર : દાંતીવાડા વડવસ ગામે વરઘોડો મામલે નોંધાયો ગુનો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર હજુ યથાવત છે જેને લઇને કોરોનાને નાથવા સરકારે નીતિ નિયમોને બનાવવામાં આવ્યા છે.લગ્ન પ્રસંગ તેમજ જાહેરમાં લોકોના ટોળા ન કરવા તેમજ વહીવટી તંત્ર દ્વારા આપી તેમજ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે દાંતીવાડા તાલુકાના વડવસ ગામના લગ્ન પ્રસંગમાં નીતી નિયમોને નેવે મૂકીને પોતાની મનમાંની ચલાવતા લોકો માસ્ક વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરા ઉડાડતા વીડિયો વાયરલ થયો હતો જેના અહેવાલો અનેક મીડિયા પર પ્રસારિત થયા હતા. દાંતીવાડા પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી ને દોડધામ કરવા લાગી હતી.દાંતીવાડા પોલીસ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઉભા થયા છે કેમ દાંતીવાડા પોલીસ વરઘોડા બાબતથી અજાણ છે વરઘોડા ની પરમિશન લીધેલ નથી કે વરઘોડા ની પરમિશન લીધેલ છે તો કેમ કાર્યવાહી કરવામાં ન આવી જેવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે દાંતીવાડા તાલુકાના વડવસ ગામના ઈસમે લગ્ન પ્રસંગ યોજી વરઘોડો કાઢીને જાહેરમાં લોકોને એકઠાં કરીને પોતાની મનમાની કરતાંનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો.ત્યારે આ વીડિયોની તટસ્થ તપાસ કરતાં દાંતીવાડા તાલુકાના વડવસ ગામના ધનશિંગ સ્વરુપસીંગ વાઘેલાના દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે તા.૦૫/૦૬/૨૦૨૧ ના સાંજ ના સમયે વરઘોડું કાઢ્યું હતું. ત્યારે દાંતીવાડા પોલીસે તપાસ હાથ ધરતા લગ્ન પ્રસંગના આયોજક ધનશીંગ સ્વરુપસીંગ વાઘેલારહે. વળવસ તા.દાંતીવાડા તથા ડીજેના માલિકની ખાત્રી કરિને કરતા તપાસ કરતાં હાજર ના મળી આવતાં તેમનાં વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ ૧૮૮ જી.પી.એક્ટ કલમ ૧૩૭ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ-૫૧(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.