બનાસકાંઠા : પ્રેસ ક્લબ ઓફ વર્કીંગ જર્નાલીસ્ટ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં પત્રકારોની વિવિધ માંગણીઓ સંદર્ભે સોમવારે વિશ્વ પ્રેસ દિન નિમિત્તે પ્રેસ ક્લબ ઓફ વર્કીંગ જર્નાલીસ્ટ દ્વારા પત્રકારોને વિવિધ માંગણીઓના સંદર્ભે બનાસકાંઠા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.
બનાસકાંઠા જીલ્લાના પત્રકારો હર હંમેશ લોકોની સમસ્યાઓને વાચા આપતાં હોય છે. કોઇપણ કપરા સમયમાં તેઓ ૨૪ કલાક ૩૬૫ દિવસ ખડેપગે રહી લોકોને સમસ્યાઓ તંત્ર સુધી પહોંચાડવાના પ્રયાસો કરતાં હોય છે. ત્યારે સોમવારે તા. ૩ મે એટલે વિશ્વ પ્રેસ દિવસ નિમિત્તે પત્રકારોએ પણ પોતાની કેટલીક સમસ્યાઓ અને માંગણીઓના અનુસંધાને પ્રેસ ક્લબ ઓફ વર્કીંગ જર્નાલીસ્ટના નેજા હેઠળ બનાસકાંઠા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પત્રકારો અને તેમના પરિવારજનોનો સરકાર દ્વારા વિમો લેવામાં આવે, પત્રકારોને ટોલ પ્લાઝામાંથી મુક્તિ આપવામાં આવે, બસ-રેલ્વે તેમજ હવાઇ ત્રામાં ૬૦ ટકા સુધીનું ડીસ્કાઉન્ટ આપવામાં આવે અને પત્રકારો ઉપર થતી ખોટી ફરિયાદો પાછી લેવામાં આવે જેવી વિવિધ પત્રકારોની પોતાની સમસ્યાઓ અને માંગણીઓ અંગે રજૂઆત કરાઇ હતી આ રજુવાત સમયે પ્રેસ ક્લબ ઓફ વર્કીંગ જર્નાલીસ્ટના ગુજરાત રાજ્યના પ્રમુખ પટેલ હર્ષદ કુમાર અને સભ્ય શ્રી સંજયભાઈ મેવાડા હાજર રહેલ..