બનાસકાંઠા : ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ ગંદા પાણીમાં ચાલવા મજબૂર

ડીસા તાલુકાના નવી ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય ગેટ ના રસ્તા પર તેમજ બંને સાઇડ ગટરના ગંદા પાણી સરોવરની જેમ ભરાયેલા હોવાથી દર્દીઓ ગટરના ગંદા પાણીમાં રસ્તામાં ચાલવા મજબુર બની રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી નવી ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રના આગળના ભાગે ગટરના ગંદા પાણી સરોવર ની જેમ ભરાયેલા છે માથું ફાડી નાખે એટલી બદબૂ મારી રહી છે અને તેમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કર્મી પોતાના 25 થી વધુ પરિવાર સાથે રહે છે તેઓ પણ આ ગટરના ગંદા પાણીથી રોગચાળાનો ભોગ બને તેવી દર્શત જોવા મળી રહી છે છેલ્લા કેટલા વર્ષો થી ગટરનું ગંદુ પાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રના આગળના ભાગે ઠાલવવામાં આવી રહ્યું છે આગળ ગટર ના પાણી જવાનો કોઈ નિકાલ ન હોવાથી આ ગટરનું ગંદુ પાણી સામૂહિક આરોગ્ય કેન્દ્રના આગળના ભાગમાં ભરાઈ ને પડ્યું રહે છે જેને લઇને ભીલડી વ્યાપારી તેમજ આગેવાનો દ્વારા તેમજ સરપંચ દ્વારા વર્ષો થી વારંવાર પાણીનો નિકાલ કરવાની રજૂઆત કરવામાં આવી છે છતાં આજદિન સુધી આ નઘરોળ તંત્ર દ્વારા ગટર ના ગંદા પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી અને ચોમાસાની સિઝનમાં ચાર માસ મુખ્ય ગેટ ના રસ્તામાં ગટરનું ગંદુ પાણી ભરાતા ગંદા પાણીમાં ચાલવા દર્દીઓ મજબુર બની રહ્યા છે દર્દી ઓ આરોગ્યધામ માં સ્વસ્થ થવા આવે છે પરંતુ આ આરોગ્ય કેન્દ્રના ગટર ના ગંદા પાણીમાં ચાલીને દર્દીઓ રોગ ને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે નવી ભીલડી માં ચોમાસા દરમિયાન ગટરો અને વર્ષાદિન પાણી ની સમસ્યા થી લોકો ને ભારે હાલાકી પડી રહી છે.અને નવી ભીલડી નું ગટર નું પાણી પાઇપ લાઇન દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના આગળ ના ભાગે છોડી દેવામાં આવે છે જે ગટર ના ગંદા પાણી નો આગળ જવામ માં કોઈ નિકાલ ના હોવાથી આ પાણી દવાખાના ના આગળ ના ભાગ માં ભરાઈ પડ્યું રહે છે અને ચોમાસા દરમિયાન મુખ્ય ગેટ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ઘૂસી જાય છે જેને લઇ ને ઉચ કક્ષા ના અધિકારી ઓ તેમજ સરકાર માં વર્ષો થી રજૂઆત કરવામાં આવી છે કે ગંદા પાણી નો નિકાલ કરવા માટે નવી ભીલડી માં જગ્યા ના હોવાથી અમને જગ્યા ફાળવામા આવે તો તળાવ કે ખાડો ખોદી અથવા પાઇપ લાઇન દ્વારા અમે આગળ નિકાલ કરી શકીએ.અમો એ આ અંગે વારંવાર રજૂઆતો કરી છતાં અમારી રજૂઆત ધ્યાન માં લેવાતી નથી
આ અંગે નવા વરાયેલા બનાસકાંઠા ડિ.ડિ.ઓ સ્વપનીલ ખરે પુછતા જણાવ્યું હતું કે આ અંગે અધિકારીઓ દ્વારા માહિતી મેળવી ને યોગ્ય નીકાલ કરી આપવાની ખાતરી આપી હતી