બનાસકાંઠા : મોજશોખ માટે મોટર સાયકલો ચોરી કરતા રીઢા વાહનચોરો

મોજશોખ માટે મોટર સાયકલો ચોરી કરતા રીઢા વાહનચોરને ચોરીના ચાર મોટર સાયકલો કુલ્લે કિ.રુ. ૭૫૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભીલડી પોલીસ....
મહે.પોલીસ મહાનિરીક્ષક ,બોર્ડર રેન્જ જે.આર.મોરથલીયા તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ બનાસકાંઠા,પાલનપુરનાઓએ ચોરીના વાહનોના અનડિટેક્ટ ગુના શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એચ.ચૌધરી દિયોદર વિભાગ દિયોદરનાઓના સુપરવિઝનમાં તથા શિહોરી સર્કલ પો.ઈન્સ ડી.વી.ડોડીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈન્સ આર.જે.ચૌધરી ભીલડી પો.સ્ટેશન તથા અ.હેડ.કોન્‍સ.જોરાવરસીંહ સરદારસીંહ તથા આ.પો.કોન્સ.નટવરભાઇ રાજાભાઇ તથા આ.પો.કોન્સ.જગદીશભાઇ સોમાભાઇ તથા આ.પો.કોન્સ.અશોકભાઇ લાલાભાઇ નાઓ વાહનચોરીના ગુના શોધી કાઢવા વર્કઆઉટમાં હતા તે દરમ્યાન રતનપુરા સીમ હાઈવે પર વાહનચેકીંગમાં એક નંબર પ્લેટ વગરની મોટર સાયકલ ચાલક શંકાસ્પદ જણાતા જેને રોકી સદરી મો.સા.ચાલકનુ નામ સરનામુ પુછ્તાં તેણે પોતાનુ નામ વિષ્ણુજી લેબુજી ઠાકોર ઉ.વ.૨૪, રહે ગામ વામૈયા તા.જી.પાટણ હાલ રહે મુડેઠા તા ડીસાનાનો હોવાનુ જણાવેલ જેથી સદરી ઈસમ પાસે મોટર સાયકલના કાગળો માગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી તેની વધુ પુછતાછ કરતાં તેણે એકરાર કરેક કે સદરી મો.સા તથા બીજા બે મો.સા તેણે એકાદ મહીના અગાઉ ભીલડી ટાઉનમાંથી એકજ નાઈટમાં ચોરેલાનુ તથા એક પલ્સર મો.સા.તેણે બે વર્ષ અગાઉ ડીસા રાણપુર રોડ પરથી ચોરી કરેલાનુ અને તે તમામ મો.સા વેચવાના ઈરાદાથી છુપાવીને રાખેલા હોવાનુ જણાવતો હોઈ જેથી મો.સા છુપાવેલ હતી તે જગ્યાએ જઈ જોતા બાઈકોની નંબર પ્લેટો કાઢી નાખેલ હોઈ જેથી પોકેટકોપ એપ આધારે સદરી ચારેય મો.સા.બાબતે તપાસ કરતાં નીચે મુજબ ના ગુના દાખલ ડિટેક્ટ થયેલ છે ગુના તથા મુદ્દામાલની વિગત -
(૧) ભીલડી પો.સ્ટે. A પાર્ટ / ૧૧૧૯૫૦૦૮૨૧૧૧૬૦/૨૦૨૧ ઈપીકો કલમ ૩૭૯ ના કામે (1) હીરો કંમ્પનીનું HF ડિલક્ષ મો.સા. જેનો રજી.નંબર GJ-08-BD-7480 તથા (2) હીરો કંમ્પનીનું HF ડિલક્ષ મો.સા. જેનો રજી.નંબર GJ-24-AJ-5960 તથા (3) પેશનપ્રો મો.સા જેનો રજી.નંબર GJ-24-AB-3652 કુલ્લે કિ.રુ. ૫૫,૦૦૦/-
(૨)ડીસા ઉત્તર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૩/૨૦૧૯ ઈપીકો કલમ ૩૭૯ ના કામે બજાજ પલ્સર મો.સા રજી.નંબર GJ-05-KF-6801 કિ.રુ.૨૦,૦૦૦/-
સદરી ગુનાની વધુ તપાસ પો.સ.ઈન્સ આર.જે.ચૌધરી ચલાવી રહેલ છે....