બનાસકાંઠા : સામુહિક આરોગ્ય કેન્દ્ર આગળ ખાધ તેલ ભરેલ ટેન્કર થયું પલ્ટી

મળતી માહિતી મુજબ રાત્રિના સમયે પાલનપુર ભુજ કચ્છ તરફ જઈ રહેલી ખાધ તેલ ભરેલ ટેન્કર ડ્રાઇવર ને ઝોકુ આવતાં સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ડીસા તાલુકાના ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર આગળ ગટરમાં પલ્ટી મારી હતી ડ્રાઈવરને હાથે ફેક્ચર થતા ભીલડી ૧૦૮ મારફતે ડીસા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.તેમજ હાઇવે ઓથોરિટી મુડેઠા ને જાણ થતાં સુપર વાઈઝર ગોવિંદ ભાઈ મકવાણા અને બળદેવ ભાઈ જોષી તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગળ ની કાર્યવાહી કરી હતી તેમજ ઘટના સ્થળે ભીલડી પોલીસ પહોંચી આગળ ની કાર્યવાહી કરી હતી.