ભાભર : કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરાયો

સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાભર માં પણ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ની આગેવાની માં શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા રેલી યોજી હતી. જે રેલી ગાય સર્કલ વાવ રોડ સર્કલ સહિત ભાભરની બજારમાં ઉંટલારી ઉપર ધારાસભ્ય સહિત કાર્યકરો દ્વારા વિવિધ બેનરો સાથે સુત્રાચારો કરી પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા ધારાસભ્ય સહિત કાર્યકરો ની અટક કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.