ભાભર : મીઠા થરાદ હાઇવે ઉપર ટ્રક બાઇક નો અકસ્માત-ટ્રકચાલક ફરાર

એક સપ્તાહ પહેલાં થયેલા અકસ્માત ની સાહી સુકાઇ નથી ત્યાં ફરી એ જ
ભાભર ના મીઠા ગામથી થરાદ હાઇવે ઉપર નોખા ગામના ત્રણ રસ્તા થી એક કિલોમીટર થરાદ રોડ તરફ રોડ ઉપર થી પસાર થતી એક હેવી ટ્રક નં.P.B.04. A.B.5052 ના ચાલકે મોટર સાયકલ નં.G.J.24 L 6266 ને અકસ્માત સર્જતાં બાઇક સવાર ત્રણ યુવકોને રોડ ઉપરપટકતાં સંજય ભુરાજી ઉ.વ.26 રહે અબાળા હાલ રહે બિયોક વાળા નુંઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે ઘાયલ ભરત અમુજી ઉ.વ.23 રહે બિયોક તા.વાવ વાળા ને સારવાર અર્થે હોસ્પીટલ લઇ જતાં રસ્તામાંજ મોત નિપજ્યું હતું જ્યારે સ્વરૂપજી હરાજી ઉ.વ.22 રહે ફાફરાળી તા.વાવ વાળા ને વધુ ઘાયલ થતાં સારવાર અર્થે થરાદ ખાતે દાખલ કરવા માં આવ્યો હતો જે બાબતે ભાભર પોલીસે કાર્યવાહી કરી આગળ ની તપાસ હાથ ધરી છે