ભાવનગર : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું જન આશીર્વાદ રેલી સાથે આગમન

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કેબિનેટ શિક્ષણ મંત્રી બન્યા બાદ પ્રથમવાર જન આશીર્વાદ રેલી લઈને ભાવનગર આવ્યા છે ત્યારે તેમની જન આશીર્વાદ રેલીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આગેવાનો દ્વારા ઠેર ઠેર અભિવાદન કરવામાં આવ્યું હતું. ભાવનગર નારી ચોકડીથી શરૂ કરી અને ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ સુધી જન આશીર્વાદ રેલી ફરી હતી.
ભાવનગર પશ્ચિમ ના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કેબિનેટ શીક્ષણ મંત્રી બન્યા બાદ તેવો ભાવનગરમાં પ્રથમવાર આવ્યા છે ત્યારે ભાવનગર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઠેરઠેર અભિવાદન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં સિહોર શહેર ના વડલા વિસ્તારથી શરૂ કરી આ રેલી શિહોરના ગ્રામ્ય વિસ્તારો તેમજ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જન આશીર્વાદ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા, તેમજ તેમની સાથે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મંજુપરા, રાજ્ય કક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા જોડાયા હતા, તેમજ સાથે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા તેમજ રાજુલાના પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી ભાવનગર જિલ્લા ભાજપના આગેવાનો અને ભાવનગર જિલ્લા શહેરના આગેવાનો મોટી સંખ્યામાં આ આશીર્વાદ રેલીમાં જોડાયા હતા. સિહોર થી લઈ ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે જન આશીર્વાદ રેલી પૂરી થઈ હતી. જેમાં ઠેરઠેર જગ્યાએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી નું સન્માન કરવામાં આવ્યું હતું.