ભાવનગર : શક્તિધામ ભંડારિયામાં શાસ્ત્રોક્ત રીતે નવરાત્રી ઉત્સવનો પ્રારંભ

આસો સુદ એકમ શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. હિન્દુ ધર્મમાં ચાર નવરાત્રિમાં આ નવરાત્રિનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ વધારે છે.આ પર્વમાં ખાસ દૂર્ગામાંની પૂજા- અર્ચના કરવામાં આવે છે. કુળદેવી, ચામુડામાતાજી કે ગાયત્રીમાતાજીનું અનુષ્ઠાન પણ કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો ઉપવાસ કરી માતાની આરાધના કરતા હોય છે. નવરાત્રિના નવ દિવસમાં માતાના અલગ-અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે.ત્યારે ભાવનગર મોટા અંબાજી માં , વડવાળા અંબાજી માં,બહુચરમાં,લાષ્મીમાં ના મંદિરે ભક્તો મન દર્શને પહોંચ્યા હતા
નવરાત્રીનાં નવ દિવસ એટલે માં જગદંબાનાં નવ સ્વરૂપ શૈલપુત્રી, બ્રહ્મચારીણી, ચંન્દ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની આરાધનાં અર્ચનાનાં દિવસો. માતાજીના મુખ્ય ત્રણ સ્વરૂપોમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રણેય આદ્યશક્તિ ભગવતી દુર્ગાના સ્વરૂપો છે. આસો સુદ એકમથી આરંભ થતી નવલી નવરાતમાં પ્રથમ નોરતે શુભ મુહુર્તમાં માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવશે. ધર્મગ્રંથો પ્રમાણે નવરાત્રિમાં દરરોજ માતાના એક વિશેષ રૂપની પૂજા કરવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભાવનગર ના વિવિધ વિસ્તારોમાં આવેલ માતાજીના મંદિરોમાં ભક્તો ફૂલહાર, પ્રસાદ,ભેટ, ચડવા પહોંચ્યા હતા અને માતાજીની પૂજા કરીને પોતાની મનોકામના પૂર્ણ કરવા રિજવવામાં આવ્યા હતા ભાવનગર ના મોટા અંબાજી માં , વડવાળા અંબાજી માં,બહુચરમાં,લાષ્મીમાં ના મંદિરે ભક્તો મન દર્શને પહોંચ્યા હતા