ભરૂચ : અછાલીયા ગામે પચીસ લાખ ઉપરાંત ની ઘરફોડ ચોરી

ઝગડીયાના ઉમલ્લા પાસે આવેલ અછાલીયા ગામે પચીસ લાખ ઉપરાંત ની ઘરફોડ ચોરીની જાન મકાન માલિક થતા આઘાત લાગવાથી સ્થળ પરજ મોત નિપજવા પામ્યું છે આ બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે ડી.વાય.એસ. પી. તેમજ ભરૂચ એલ સી બી તેમજ ડોગ્સ સ્કોવર્ડ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલ અછાલીયા ગામના વતની પ્રકાશચન્દ્ર જશવંત સિંહ રાવ સુરત થી ગતરોજ કુળદેવી મહાલક્ષમી મન્દિર ના પાટોત્સવ પ્રસંગે નવચંડી યજ્ઞ કરવા પત્ની દક્ષા બેન સાથે તેઓ ના વતન અછાલીયા ગામ આવ્યા હતા.
રાત્રી દરમિયાન ઘરમાં બધા સુતા હોઈ ત્યારે કોઈ અજાણીયા ઈશમો ઘરના પાછલા ભાગે થી.. પ્રવેશ કરી ઘરમાં અંદરના રૂમ માં તિજોરી ના અંદર ના ખાનામાં મુકેલ બેગ માંથી રોકડ રકમ ત્રણ લાખ તથા સોના ના ઘરેણાં ચોરી ગયા ની જાન થતા ઘર માલિક પ્રકાશભાઈ ને આઘાત લાગતા જ મોત નીપજ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ માં પોલીસ તંત્ર હાઇવે તેમજ મુખ્ય બજારોમાં પેટ્રોલિંગ કરી માસ્ક વિના ના લોકો ને ઝાડપવા માં મશગુલ બની છે તેવા માં ચોરો એ ફેંકેલા પડકાર નું કોકડું કેટલા દિવસો માં ઉકેલ છે તે હવે જોવું રહ્યું.
ઉમલ્લા પોલીસ હાઇવે પર રાત્રે પેટ્રોલિંગ માં વ્યસ્ત રહેતા ગામના થતી ઘરફોડ ચોરી ના પગલે રહીશો ચિંતા માં મુકાયા છે.ત્યારે પોલીસ રાત્રી દરમિયાન ગ્રામ્ય વિસ્તારો માં પણ પેટ્રોલિંગ કરે તે જરૂરી બન્યું છે.
બીજી વાત કરવામાં આવેતો ઉમલ્લા પાસે આવેલ રાજશ્રી નગર માં પણ થોડા મહિના પેહલા ઘરફોડ ચોરી ની ઘટના બની હતી જેનું કોકડું હજુ સુધી ઉકેલાયું નથી તેવામાં ઝગડીયા તાલુકાની સૌવથી મોટી 25 લાખ ઉપરાંત ની ઘરફોડ ચોરી થતા પોલીસ તંત્ર ની ઊંઘ હરામ થઈ જવા પામી છે.