ભરૂચ : એલસીબી પોલીસે એક લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

અંકલેશ્વર રાજપીપળા રોડ સ્થિત આવેલ આઝાદનગર ખાતેથી એક મકાનના રૂમ માં સંતાડેલો રૂપિયા એક લાખ ઉપરાંત નો વેદેશી ઇંગ્લિશ દારૂ નો જથ્થો તેમજ એક ઇસમને ઝડપી પાડયો હતો.
ભરૂચ એલસીબી પોલીસે બાતમી ના આધારે અંકલેશ્વર રાજપીપળા રોડ સ્થિત આવેલ આઝાદનગર નાં એક મકાનમાં સંતાડેલો વિદેશી ઇંગ્લિશ દારૂ ની બોટલ નંગ ૭૨૦ જેની કીંમત રૂપિયા એક લાખ ઉપરાંત નો જથ્થો ઝડપી પાડયો હતો. આ બનાવ સંદર્ભે પોલીસે અંકલેશ્વર સારંગપુર ગામના રહેવાસી દિલીપ પરમાર ની અટકાયત કરી હતી અને પ્રોહીબિશન એકટ અંતર્ગત અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે