ભરૂચ : કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ગુજકેટની પરીક્ષા યોજાઈ

કોરોના કાળ ના કારણે ધો.12 માં માસ પ્રમોશન સાથે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ કોરોનાની ગાઈડલાઈનનુ પાલન કરીને પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.ધો .૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની ગુજકેટ પરીક્ષા ભરૂચ ના નિયમિત અને રિપિટર વિધાર્થીઓ મળીને 3452 વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે નોંધાયા હતા.
જેવો માટે 18 કેન્દ્રો ની 175 બ્લોક માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સરકારી ગાઈડલાઈન ના પાલન સાથે ગુજકેટ ની પરીક્ષા યોજાઈ હતી. સવારે 10 થી 4 દરમિયાન યોજાયેલ પરીક્ષામાં ફિઝિક્સ , કેમેસ્ટ્રી , બાયોલોજી અને ગણિતને ના પ્રશ્નો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમ ના વિદ્યાર્થીઓ માટે યોજાઈ હતી. દર વર્ષની જેમ એમસીક્યૂ આધારિત પેપર સ્ટાઈલ જ આ વર્ષે પણ યથાવત રાખવામાં આવી હતી..શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગુજકેટ ની પરીક્ષા ના આયોજન ની સરાહના કરી રહ્યા હતા.
ગુજકેટ ની પરીક્ષા ના પ્રથમ સેશનમાં 138 અને બીજા સેશનમાં 71 વિધાયર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પહેલા ધો . ૧૨ ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ માસ પ્રમોશનની ફોર્મ્યુલાના આધારે જાહેર કરાયા બાદ રાજ્યની એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા મહત્વની રહેશે . કારણકે પ્રવેશના મેરિટ લિસ્ટમાં બોર્ડ જાહેર કરેલા પરિણામના ૫૦ ટકા અને ગુજકેટના ૫૦ ટકા માર્કસ ગણતરીમાં લેવામાં આવશે . કોરોનાની બીજી લહેર ઓછી થયા બાદ બોર્ડ દ્વારા રિપીટર વિદ્યાર્થીઓ ની પરીક્ષા બાદ આ પ્રથમ પરીક્ષા લેવામાં આવી રહી છે