ભરૂચ : તૌકતે વાવાઝોડાના પગલે ફૂલની ખેતીમાં ભારે નુકસાન

વિનાશક તૌકતેના વાવાઝોડાથી ભરૂચની પૂર્વ પટ્ટીના મંગલેશ્વર અંગારેશ્વર અને નિકોરા ગામની ફૂલની ખેતીમાં ભારે નુકસાન
તૌકતે વાવાઝોડાએ ફૂલની ખેતીમાં ૪૦થી ૫૦ ટકા બગાડ ભરૂચની પૂર્વ પટ્ટી પર ના ધરતીપુત્રો સતત ત્રીજા વર્ષે પણ ફુલની ખેતીમાં નુકસાન થવાથી ખેડૂત ચિંતામાં મુકાયા
સતત ત્રીજા વર્ષે અનંદાતા પર આર્થિક ફટકો ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ દરિયાઈ વિસ્તાર સહિત સમગ્ર ભરૂચ જિલ્લાને ધરમોરતા ખેડૂતોને પાયમાલ કરી દીધા છે છેલ્લા બે વર્ષમાં પુર અને કોરોના ના કારણે ભારે નુકસાની વેઠવી રહેલા ખેડૂતો કોરોના વચ્ચે પણ આ વર્ષે આર્થિક રીતે પગભર થવાની આશા રાખી રહ્યા હતા પણ અચાનક ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ ખેડુતોની આશા પર સતત પાણી ફેરવી દીધું છે વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદથી ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલા મંગલેશ્વર અંગારેશ્વર અને નિકોરા સહિત ના ગામ ના ખેડૂતો ફૂલની ખેતી કરતા ધરતીપુત્રોની મહેનત પર આશા પર પાણી ફરી વળતાં ફુલની ખેતીમાં ૪૦થી ૫૦ ટકા નુકસાન થયું છે
ફુલની ખેતીમાં સરેરાશ ૧ એકર દીઠ ૩૫થી ૪૦ હજારનું નુકશાન થયું છે તેવું અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે ધરતીપુત્રો આ આસમાની આફત સામે મજબૂર થઈ અને પોતાની વેદના તંત્ર સમજે તે આવશ્યક છે