મોટી રકમના સોના ચાંદીની ખરીદી ઉપર કેવાયસી ફરજીયાત - સોના ચાંદીમાં કડાકો

મોટી રકમના સોના ચાંદીની ખરીદી ઉપર કેવાયસી ફરજીયાત - સોના ચાંદીમાં કડાકો

સોના ચાંદીની સામાન્ય ખરીદીમાં પણ કેવાયસી ફરજીયાત બનાવાયાના મેસેજ સોશ્યલ મીડીયામાં વાઈરલ થતા ઝવેરી બજારોમાં ઉઠેલા પ્રત્યાઘાતોને પગલે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે નવા નિયમો કોઈ નથી. 2 લાખથી વધુની ખરીદી ઉપર કેવાયસીનો અગાઉનો નિયમ જ લાગુ છે. નાણાં મંત્રાલયમાંથી મળતી માહિતીમાં મુજબ જણાવાયુ છે કે સોના - ચાંદી કે હીરાની રોકડ ખરીદી માટેના કેવાયસી નિયમોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી અને મોટી રકમની ખરીદીમાં લાગુ પડતા નિયમો જ યથાવત છે. તા.28 ડિસેમ્બર 2020ના રોજ જાહેર કરાયેલ નોટીફીકેશનની જોગવાઈઓ સ્પષ્ટ કરતા કહ્યું છે કે 2 લાખથી વધુની કિંમતના સોના - ચાંદી દાગીના કે હીરાની રોકડ ખરીદી માટે પાનકાર્ડ, આધારકાર્ડ જેવા પુરાવાઓના આધારે કેવાયસી નિયમોનું પાલન કરવાનો નિયમ છે તે જ યથાવત છે. મની લોન્ડરીંગ કાયદા 2002 અંતર્ગત તા.28મી ડિસેમ્બરે જારી કરાયેલા નોટીફીકેશનમાં કહેવાયુ છે કે 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ મૂલ્યના સોના-ચાંદી-હીરાની કે દાગીનાની રોકડ ખરીદીમાં કેવાયસી દસ્તાવેજ આપવા પડશે. એફએટીએફ અંતર્ગત તે અનિવાર્ય છે. આ કાર્યાલય વૈશ્વિક સ્તરે બનાવાયુ છે. જે મની લોન્ડરીંગ તથા આતંકવાદીઓને થતી નાણાંકીય સહાય વિરુદ્ધ કાર્યવાહી છે. બુલીયન બજારમાં ફરી મંદીનો દોર શરુ થયો હોય તેમ સોના - ચાંદીના ભાવોમાં કડાકા સર્જાયો હતો.
અમેરિકામાં સતા હસ્તાંતરણ માટે ટ્રમ્પ તૈયાર થઈ જતા અને કોરોના વેકસીન સંબંધી રાહતપૂર્ણ સમાચારોથી સોના - ચાંદીમાં કડાકા સર્જાયા હોવાનું ઝવેરીઓનું માનવું છે. સોનુ 1846 ડોલર ઉપર સરકી ગયુ હતું જયારે ચાંદીનો ભાવ ગગડીને 25.35 ડોલર થયો હતો. ભારતીય કોમોડીટી માર્કેટમાં સોનાનો ભાવ 2000 રૂપિયાથી અધિકના ઘટાડાથી 48800 તો ચાંદીનો ભાવ 6100ના કડાકાથી 63850 થયો હતો.