માનવ સંસાધન વિકાસ મંત્રાલય બાદ શિપિંગ મિનિસ્ટ્રીનું નામ બદલાયું

માનવ સંસાધન વિકાસ મંત્રાલય બાદ શિપિંગ મિનિસ્ટ્રીનું નામ બદલાયું

PM મોદીએ આજે ​​સુરતમાં હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ શરુ કરી હતી આ દરમિયાન તેમણે શિપિંગ મંત્રાલયનું નામ બદલવાની પણ જાહેરાત કરી છે અગાઉ મોદી સરકારે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય રાખ્યું છે. શિપિંગ મંત્રાલયનું નામ બદલતી વખતે PM મોદીએ કહ્યું હતું કે દેશમાં આશરે 21 હજાર કિલોમીટર જળમાર્ગ છે, દેશના વિકાસમાં તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત દેશભરમાં 500થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ શરુ છે જેમાંના ઘણા પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ગયા છે. જળમાર્ગ સડક અને રેલમાર્ગ કરતા સસ્તું ટ્રાન્સપોર્ટેશન મોડેલ છે.
PM મોદીએ વધુમાં કહ્યું હતું કે મોટાભાગના વિકસિત અર્થતંત્રોમાં શિપિંગ મંત્રાલય બંદરો અને જળમાર્ગો પણ સંભાળે છે હવે નામમાં વધુ સ્પષ્ટતા થવાથી કામમાં પણ વધુ સ્પષ્ટતા આવશે.