મુંબઈ : દહિસરના જમ્બો કોવિડ સેન્ટરમાં લાગી ભીષણ આગ

મુંબઈ માટે રવિવારનો દિવસ ગોઝારો રહ્યો હતો.એક તરફ એક તરફ રાજ્ય સરકાર મહારાષ્ટ્ર માં મીની લોકડાઉંન લગાડવા સંદર્ભે ચર્ચા કરી રહી હતી ત્યારે બીજી તરફ ઉત્તર મુંબઈના દહિસર માં બનાવવામાં આવેલા જમ્બો કોવીડ સેન્ટરમાં આગ લાગી હતી.આ આગ એટલી ભયાનક હતી કે એક હેંગર થી તે બીજા હેંગર ફેલાયેલી હતી.સદ નસીબે છેલ્લી ઘડીએ ૫૦ જેટલા કોરોના દર્દીઓ ને બીજી જગ્યાએ ખસેડી નાખવામાં આવ્યા.આ ઉપરાંત અનેક હેગર માં વીજળી બંધ કરી દેવી પડી હતી.ફરજ પર હાજર રહેલા સુરક્ષા અધિકારીઓ એ પાણી અને અગ્નિ શામક વસ્તુઓ ની મદદથી આગ ને કાબૂમાં લીધી.ત્યાર બાદ ફાયર બ્રિગેડ ની ૪ ગાડી ઘટના સ્થળે પોહચી આગ પર કાબૂ મેળવ્યો હતો