મુંબઈ : મુમ્બ્રાના એક ગેરેજમાં લાગી ભીષણ આગ

થાણેના મુમ્બ્રા માં આવેલ એક ગેરેજમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.ઘટનાની જાણ થતાં મુમ્બ્રા પોલીસ અને ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ ની ટીમ એ આગ પર કાબુ મેળવ્યો હતો. સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.પણ ગેરેજમાં રહેલી ૨૦ બાઈક બળીને ખાક થઇ ગઇ હતી.