મોરબી : નવા બસ સ્ટેન્ડ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી

રાજ્યના નવા મુખ્યમંત્રીના નવા મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે અને બપોરે શપથ ગ્રહણ કરાય તે પૂર્વે જ મોરબી ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ભાજપ અગ્રણી અજયભાઈ લોરિયા, રવિભાઈ સનાવડા, રાકેશભાઈ કાવર સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા નવા બસ સ્ટેન્ડ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી મોરબીના ધારાસભ્યને પ્રથમ વખત મંત્રી પદ મળી રહ્યું હોય ત્યારે મોરબી પંથકમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો છે અને મોરબીમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ આતશબાજી કરીને ઉજવણી કરી હતી