મોરબી : ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

મોરબી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં તમામ રાજકીય પક્ષો પ્રજાને રીઝવવા માટે પ્રયાસો શરુ કર્યા છે તો ભાજપ અને કોંગેસ બને પક્ષ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે જેથી મોરબી જીલ્લામાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત તેમજ પાલિકા માટે સ્ટાર પ્રચારકો ઉમેદવારોને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે
ત્યારે યુવા નેતા અને કોંગેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મોરબીના રવાપર ગામ ખાતે આવેલ બહુચરાજીના મંદિર સામે કિશાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિશાન મહાપંચાયતમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરા, મંત્રી મનોજ પનારા, કોંગેસ અગ્રણી જયંતીભાઈ પટેલ સહિતના ઉમેદવારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તો કિશાન મહાપંચાયતમાં મનોજ પનારા, લલિત કગથરા સહિતના આગેવાનોએ સભાને સંબોધન કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને મોરબીમાં ભાજપની ગુંડાગીરીનો જવાબ આપને કોંગેસના તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોને મત આપવા માટે અપીલ કરી હતી
તો કોંગેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલે કિશાન મહાપંચાયતને સંબોધી હતી જેમાં જણાવ્યું હતું કે લોકો પેટ્રોલ ડીઝલ, મોધવારી, અને ભ્રષ્ટાચારના મુદે કોંગેસને મત આપશે તો મોરબીની જનતા સમજદાર છે અને મહાનગરપાલિકામાં ભલે કોંગેસ હારી ગયું હોય પણ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગેસનો વિજય નિશ્ચિત છે