મોરબી : રાજ્યમાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો પણ શરુ કરવામાં આવ્યા

કોરોના મહામારીને પગલે મહિનાઓથી શાળાઓ બંધ હોય હવે કોરોના કેસો નિયંત્રણમાં જણાઈ રહ્યા છે જેના પગલે અગાઉ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો શરુ કરવામાં આવ્યા બાદ આજથી રાજ્યમાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો પણ શરુ કરવામાં આવ્યા છે જેમાં મોરબીની મોટાભાગની શાળાઓમાં વાલીઓની સંમતીથી વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા મહિનાઓ સુધી ઘરે રહીને તેમજ ઓનલાઈન શિક્ષણ લઈને કંટાળી ગયેલા વિદ્યાર્થીઓ મહિનાઓ બાદ પોતાના મિત્રોને અને શિક્ષકોને જોઇને ખુશ જોવા મળ્યા હતા તો શાળાઓમાં પ્રવેશ સમયે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તેમજ બાળકોને માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તો મહિનાઓ બાદ શાળાઓ શરુ થતા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાંથી મુક્તિ મળવા બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા