મોરબી : વાવાઝોડાને પગલે નળિયા ઉદ્યોગને નવા ઓર્ડર મળવા લાગ્યા

રાજ્ય સહીત દેશભરમાં કોરોના મહામારી ચાલી રહી છે કોરોના મહામારી ઉપરાંત રાજ્યમાં વાવાઝોડાનો પ્રકોપ પણ જોવા મળ્યો હતો જેથી અનેક ઉધોગોને ફટકો પડ્યો છે કોરોના મહામારીને પગલે મોરબીના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ પણ ડામાડોળ સ્થિતિમાં જોવા મળે છે ત્યારે તાજેતરમાં વાવાઝોડાથી અનેક જીલ્લામાં નુકશાન થયું હોય જેથી મોરબીના નળિયા ઉદ્યોગને નવા ઓર્ડર મળવા લાગ્યા છે જેથી નળિયા ઉદ્યોગ સાથે જોડાયેલ ઉદ્યોગપતિઓ ખુશ જોવા મળે છે પરંતુ હાલ લોકોને નળિયા રાહત ભાવે મળી રહે તે માટે ઉધોગપતિઓ અને જીલ્લા વહીવટી તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે
આઝાદી બાદથી મોરબીમાં નળિયા ઉદ્યોગ વિકસ્યો હતો અને એક સમયે મોરબીમાં ૩૯૩ કારખાના ધમધમતા હતા જોકે હાલ નળિયા ઉદ્યોગના માત્ર ૩૦-૩૨ કારખાનામાં પ્રોડક્શન ચાલુ છે સામાન્ય રીતે નળિયા ઉદ્યોગ મેં માસ સુધી ચાલુ રહે છે અને જુનથી ચોમાસાના ૪ માસ શટડાઉનની સ્થિતિમાં જોવા મળે છે હાલમાં આવેલ વાવાઝોડાને પગલે નવા ઓર્ડર મળવા લાગ્યા છે અને માંગને પહોંચી વળવા ઉદ્યોગપતિઓ કાર્યરત બન્યા છે અને શક્ય તેટલા ઓર્ડર પુરા કરવા તેઓ પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.વાવાઝોડાના કારણે ભાવનગર અમરેલી, ગીર સોમનાથ જીલ્લામાં નુકશાની થવા પામી હોય જેને કારણે માંગ વધી હોય પરંતુ હાલની પરિસ્થિતિમાં લોકોને રાહત ભાવે નળિયા મળી રહે તે માટે જીલ્લા અધિક કલેકટર અને નળિયા ઉધોગના ઉધોગપતિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં માગને પહોચી વળવા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને નળિયા મળી રહેત તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં ૮.૫૦ જીએસટી સહીતના રાહત ભાવે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે