મહારાષ્ટ્રમાં મંદિરો ખુલશે - ઉદ્ધવ સરકારે જાહેર કરી તારીખ

મહારાષ્ટ્રમાં મંદિરો ખુલશે - ઉદ્ધવ સરકારે જાહેર કરી તારીખ

આજે દિવાળીના દિવસે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકારે તા.16 નવેમ્બરથી કોરોના સંક્રમણ ન ફેલાઈ તે શરતો સાથે તમામ મંદિરો ખોલવાની મંજૂરી આપી દીધી છે. મંદિરોમાં આવનારા મુલાકાતીઓએ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. માસ્ક પહેરીને મંદિરમાં જવા દેવામાં આવશે।
સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે કે સામાજિક અંતરનાં નિયમો સુનિશ્ચિત કરવા પડશે. મંદિરોમાં વધારે ભીડ ન થવી જોઈએ। મહારાષ્ટ્ર સરકારના આદેશ બાદ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ બાંડેકરે કહ્યું હતું કે તેમને તા.15 નવેમ્બરના રોજ આ હુકમની નકલ મળી જશે. સિદ્ધિ વિનાયક ટ્રસ્ટના આદેશ બાંડેકરે જણાવ્યું હતું કે હુકમની નકલ મળ્યા બાદ બેઠક બોલાવવામાં આવશે અને શક્ય છે કે એક દિવસ પછી મંદિર ખુલશે।
મંદિર ખોલવા મુદ્દે મહારાષ્ટ્ર સરકાર સામે ભાજપે મોરચો ખોલ્યો હતો સાથે જ સાધુ સમાજ દ્વારા પણ સરકારને અલ્ટિમેટમ અપાયું હતું અને રાજ્યપાલે પણ આ અંગે CM ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં રાજ્યપાલે હિન્દુત્વ માટે શિવસેનાની ટીકા કરી હતી. રાજ્યપાલના આ પત્ર બાદ મુદ્દાએ રાજકીય રંગ લેતા NCP ના પ્રમુખ શરદ પવારે ગવર્નરના પત્રની ભાષા પર વાંધો ઉઠાવતાં પીએમ મોદીને ફરિયાદ કરતો એક પત્ર લખ્યો હતો.