મહુવા : કોગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કે. પી મહેતાના હસ્તે કરાયું

મહુવામાં કોગ્રેસ ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કે.પી મહેતાના હસ્તે કરાયું જેમાં કોગ્રેસના તમામ ઉમેદવારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
મહુવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોડૅ-૨ પરશીવલપરા મધ્યસ્થ કાયૉલય નું ઉદઘાટન કરાયું જેમાં કોગ્રેસ ના મહુવા ના તમામ કોગ્રેસ ઉમેદવારો તેમજ કોગ્રેસ શહેર પ્રમુખ નિતીન દવે, ડો. કનુભાઈ કલસરીયા, રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર, વિજયભાઈ બારૈયા, હાજી સાહેબ, બાબુભાઇ જેઠવા મોન્ટુભાઇ, બિપીનભાઈ સંધવી, ઈસ્માઇલભાઇ કલાણીયા, સહિત ના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઉદધાટન દરમિયાન કોગ્રેસ ના આગેવાનો દ્વારા લોકોને પોતાનો મત એળે ન જાય તે માટે કોગ્રેસને મત આપવો. આગેવાનો એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે નહી વાદ નહી વિવાદ.. આવો આપણે સૌ સાથે મળીને મહુવા નો સર્વાંગી વિકાસ થાય તે માટે કોગ્રેસ ના તમામ ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજય થાય તે માટે કોગ્રેસ ને વોટ આપવો.