મહીસાગર : કોરોના વાયરસના કારણે લારી ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કર્યો

જીલ્લાના મુંખ્ય મથક કહેવાતા લુણાવાડાના લારી ગલ્લાવાળા એસોસિએશન દ્વારા વધતા જતા કોરોનાના કેસોને ધ્યાને રાખીને સ્વેચ્છિક રીતે સ્વયંભૂ રીતે એક બીજાની સમંતિના આધારે લુણાવાડામાં આવેલા બસસ્ટેન્ડ શાકમાર્કેટમાં આવેલા લારીગલ્લા તેમજ માંડવી શાકમાર્કેટમાં આવેલા તમામ લારીગલ્લા તેમજ છુટક ફેરી મારતા તમામ વ્યક્તિઓ દ્વારા લુણાવાડાના બજારો બંધ કરેલ છે જેમાં શાકભાજી, ફ્રુટ, કાપડની લારીઓ, છુટક પરચુરણ લારીઓ, ઓએ સદંતર રીતે બંધ પડી ને જીલ્લામાં કોરોના ને અટકાવવા માટે ખુબ મોટો ફાળો આપેલ છે ત્યારે લુણાવડાના લારી ગલ્લાવાડા એસોસીયેશન દ્વારા જીલ્લાના મુખ્ય મથકમાં એકતાનું બહુ મોટું ઉદાહર આપી સમાજ તેમજ પરિવાર તંદુરસ્ત રહે તે માટેની એક નેમ મુકાલે છે ત્યારે વેપારી એસોસિએશન દ્વારા અહવાન કરવામાં આવ્યું છે કે સર્વ પોતાના ધંધા રોજગાર ત્રણ દિવસ માટે બંધ રાખી અને સમગ્ર ગુજરાત તેમજ ભારતમાં આવી પડેલી મુશ્કેલી સામે લડવાની તાકાત આપે તેમજ સર્વને રોગ મુકત કરી વિશ્વ માંથી કોરોના નાબુદ થાય તેવી એસોસિએશન દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. આ નિર્ણયને નગરના સર્વ નાના મોટા ધાંધ રોજગારવાળા એ સહર્ષ સ્વીકાર્રી સ્વયભું બંધ રાખેલ છે.