મહીસાગર : યુથ કોંગ્રેસ દ્વારા સતત ભાવ વધારાના વિરોધમાં પ્રદર્શન

કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ ડીઝલ ના સતત ભાવ વધારાના કારણે પ્રજા પાયમાલ થઈ રહી છે.
પાંચ મહિનામાં 43 વખત ભાવ વધારો કરી પેટ્રોલ પ્રતિ લિટરે સો રૂપિયા પહોંચ્યું છે જેના વિરોધમાં પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાનાં આદેશ અનુસાર અસહ્ય ભાવવધારા સામે વિરોધ વ્યક્ત કરવા મહીસાગર જિલ્લા ના કોંગ્રેસ,યુથ કોંગ્રેસ દ્વારા ધરણા- વિરોધપ્રદર્શનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
સુરેશભાઈ પટેલ લુણાવાડા શહેર કોંગ્રેસ પ્રમુખ તેમણે પોતાની વાતચીત દરમિયાન જણાવ્યું કે દેશના વડાપ્રધાન તરીકે કોઈ અર્થશાસ્ત્રી હોય તે દેશને ચલાવી શકે તેમ છે હાલમાં કોઈ પણ એવું વ્યક્તિ નથી કે જે દેશને રાખી શકે તમારા સમયગાળા દરમિયાન પણ અમે વિરોધ પક્ષ અને લોકશાહીમાં વિરોધ કરવાની મંજૂરી આપતા હતા અને વિરોધ કરવા દેતા હતા જ્યારે પ્રવર્તમાન નિષ્ફળ ભાજપની સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવો વધાર્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે સત્તાનો દુરુપયોગ કરીને પોલીસ દ્વારા ૨૦થી ૨૫ જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે કે કોઈપણ સંજોગોમાં વ્યાજબી નથી આવનારા દિવસોની અંદર પ્રજા તેમને માફ કરશે નહીં અને પ્રજાનો જનાક્રોશ ફાટી નીકળશે ત્યારે તેમને મોં છુપાવી પણ ઘરે પડશે તેવો આક્રોશ તેમણે વ્યકત કર્યો હતો
આ કાર્યક્રમ માં મહીસાગરજિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરજીવન પટેલ, લુણાવાડાશહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલ, બાલાશિનોર ધારાસભ્ય અજીતસિહ ચૈહાણ, વિપક્ષ નેતા પી એમ પટેલ, વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલ ઝાલા,મહામંત્રી ભાનુ માછી , વગેરે કોંગ્રેસી કાર્યકરો ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.