મહીસાગર : સરપંચ દ્વારા મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામા આવેલ ગોઠીબડા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વરા મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનાનો રસ્તો મંજુર થયેલ જગ્યાને બદલે બીજી જગ્યાએ કરતા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ.
સંતરામપુર તાલુકાના ગોઠીબડા પંચાયતમાં સરપંચ દ્વારા મજુર થયેલ મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં પંચાયત દ્વારા મસમોટુ કૌભાંડ આચરવામાં આવ્યુ હોય તેમ ગ્રામજનો કરી રહ્યા છે આક્ષેપો.
ગોઠીબડા ગામના પર્વત વિરાના ઘરેથી નીનામા ફળીયા તેમજ રાવળ ફળીયામાં થયને બીટગાર્ડ ક્વાર્ટર સુધી જતો રસ્તો જે હાલ એક કરોડ ચોદ લાખમાં મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં મજુર થયેલ હતો.પણ હાલ આ રસ્તો જે જગ્યા પર મંજુર થયેલ હતો તે જગ્યાને બદલે બીજી જગ્યાએ બનાવતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવામા આવ્યો હતો.ગ્રામજનો દ્વારા ટી.ડી.ઓને પણ લેખીતમાં અરજી કરવામાં આવેલ હતી તે પણ માત્ર કાગળ પર શોભાના ગોઠીયા સમાન હોય તેમ સાબિત થયુ હોય તેમ ગ્રામજનોએ કર્યો હતો આક્ષેપ .સરપંચ દ્વારા કરવામાં આવેલુ પંચાયતમાં આ મસમોટુ કૌભાંડનુ જો તાત્કાલીક ધોરણે યોગ્ય નિકાલ નહી આવે તો ગ્રામજનો દ્વારા આવનાર સ્થાનિક ચુટણીનો બહિષ્કાર કરીશુ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
આમ ગોઠીબડા પંચાયતના સરપંચ દ્વારા કરવામાં આવેલી પોતાની મનમાનીને ગ્રામજનો દ્વારા સખત વિરોધ દર્શાવેલ હતો.અને આવનાર સમયમાં જો યોગ્ય નિકાલ નહી આવે તો ગાંધીનગર તેમજ દિલ્લી સુધી પહોંચીને પણ આત્મવિલોપન કરીશુ તેવી ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી