રાજકોટ : ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના ફોન not reachable

બાલંભા ગામ પંચાયતના ઉપ-સરપંચની હત્યા નિપજયા ના પાંચ દિવસ વીતી જવા છતાં પણ હત્યારો પોલીસ પકડથી દૂર, ગામના યુવાન દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ નામ જોગ મુખ્યમંત્રી અને ખાણ ખનીજ વિભાગના કમિશનર ને લેખિત રજૂઆત
ખનીજ ના ડખા માં થયેલ ઉપ સરપંચની હત્યા ને પાંચ દિવસ વીતી જવા છતાં પણ પોલીસ એક પણ આરોપીને ઝડપી શકી નથી. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ને પોલીસે આઈપીસી ૩૦૨, ૩૨૬, ૪૨૭, ૧૧૪, આર્મ્સ એક્ટ, જી.પી.એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓના સગડ દબાવ્યાં છે. જામનગર ગ્રામ્ય ડી.વાય.એસ.પી કૃણાલ દેસાઇ, ધ્રોલ-જોડીયાના સી,પી,આઇ, એસ,ઓ,જી, એલ.સી.બી સહીતના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ચારેય દિશાઓમાં આરોપીઓ ને પકડવા માટે થઈ ને અનેક શસ્ત્રો કામે લગાડયા છે. પરંતુ હિસ્ટ્રીશીટર આરોપી પાંચ પાંચ દિવસ વીતી જવા છતાં પણ પોલીસ પકડથી દૂર ગયા છે. સામાન્ય પ્રજા પર પોલીસ શૂરવીરતા દાખવતી હોય છે પરંતુ આવા ગેરકાયદેસર હથિયાર, લૂંટ, મર્ડર, જેવા અસંખ્ય ગુનાઓમાં પકડાયેલા આરોપીને પકડવામાં પોલીસને ધોળા દિવસે તારા દેખાઈ ગયા છે.
બાલંભા ગામના સરકારી પડતર જગ્યા ના સર્વે નં 284 માંથી ઘણા સમયથી ખાણ ખનીજ વિભાગના નિંભર તંત્રની છત્ર છાયા નીચે ગેર કાયદેસર રીતે ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવતી હતી. ગેર-કાયદેસર ખનીજ ચોરી બારેમા બાલંભા ગામના ઉપ-સરપંચ અને અન્ય સાગરિતો દ્વારા ખારા વિસ્તાર માંથી ગેર-કાયદેસર રેતી ચોરીનું માં નેટવર્ક વર્ષોથી ચાલતું હતું. બાલંભા પોલીસ ચોકી ની સામે જ દિવસ-રાત ગેર-કાયદેસર ખનીજ ચોરીનું મહાન નેટવર્ક ચાલતું હોય અને પોલીસને ખબર ન હોય તેવી એક પણ વાત અજાણ નથી. ગામની ચોકી થી લઈને જામનગરના મુખ્યા સુધી હપ્તો પહોંચાડવા ની સિસ્ટમ કાંતિલાલ માલવિયા દ્વારા ગોઠવા માં આવેલી હતી. બનાવની સત્ય હકીકત માહિતી જાણવા માટે પત્રકાર દ્વારા જામનગર ખાણ ખનીજ વિભાગના સુમિત ચૌહાણને અને અનેક ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો પરંતુ સમિત ચૌહાણ દ્વારા એક પણ ફોન રિસિવ કરવામાં આવ્યો અને not reachable બતાવવામાં આવતો હતો.
બાલંભા ગામ પંચાયતના દસ વરસ ઉપ સરપંચ ના શાસન દરમ્યાન ખનીજ માફિયાઓ અને બાલંભા ગામ પંચાયતના ઉપ-સરપંચ કાંતિલાલ માલવયા એ ગામ પંચાયત ને ખનીજ માફિયાઓ નો અખાડો બનવી દીધો હતો. જોડીયા પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગના મળતિયા અધિકારીઓ ની છત્ર છાયા નીચે બાલંભા ના ખારા વિસ્તાર ની કરોડો રૂપિયાની ખનિજ ચોરી બારોબાર કોઈપણ પ્રકારના પાસ પરમીટ વગર વેચી મારવામાં આવતી હતી. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને 1 વર્ષ પહેલા રાજકોટ રેન્જ ની ટીમે દરોડો પાડીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાલંભા પોલીસ ચોકી ની સામે જ ચાલતું ગેર કાયદેસર ખનીજ ચોરીનું મહા નેટવર્ક પોલીસની છત્રછાયા નીચે જ ચાલતું હતું
બાલંભા ગામ ના સરપંચ રમાબેન ઇશ્વરભાઇ ખોલીયા દ્વારા ઉપ સરપંચ વિરુદ્ધ રજૂઆતો લેખિત મામલત દાર, ટિ.ડિ.યો, ખાણ ખનીજ વિભાગ, તેમજ બાલંબા પોલીસ વિભાગને, વખતો વખત લેખિત રજૂઆતો કરવામાં આવેલ. પરંતુ બાલંભા ગામના ઉપ-સરપંચ અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની રજૂઆતો સાંભળ્યા વગર જ બિન અધિકૃત કુદરતી ભંડાર નું ખોદાણ કરીને બેફામ પણે વેચવામાં આવતું હતું જે ડખા ને લઈને ગામના જ બે નામચીન શખ્સો અસગર હુસેન કમોરા, તેમજ અયૂબ ઉર્ફે અયબો જૂસબ જ્સરાયા દ્વારા ખનીજ ચોરીને લઈ ને તિક્ષણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસની કઠોળ કાર્યવાહી ન થતા આખરે વેર વારવા માટે ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવતા અંતે ઉપ-સરપંચ કાંતિલાલ માલવિયા ની બાલંભા ગામના પાદરમાં જ સમી સાંજે જાહેરમાં કરપીણ હત્યાનો અંજામ જોવાનો વારો આવ્યો હતો.
બાલંભા ગામના યુવાન દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ નામ જોગ મુખ્યમંત્રી અને ખાણ ખનીજ વિભાગના કમિશનર ને લેખિત રજૂઆત. અરજદારે મુખ્યમંત્રી અને ખાંણ ખનીજ વિભાગના કમિશનર ને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે. કે બાલંભા ગામ ની અનેક ફરિયાદો કલેકટર કચેરી તેમજ જામનગર ખાણ ખનીજ વિભાગ સુધી કરવામાં આવેલ તેમ છતાં પણ આજ દિન સુધી સ્થાનિક અધિકારીઓના પાપે કોઈ જ પગલાં લેવામાં ન આવતા હોવાથી પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગની મિલી ભગતથી બે કોમ વચ્ચે વૈયમનસ્ય સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી જેને લઇને ભાજપના કાર્યકર્તા અને બાલંભા ગામ પંચાયતના ઉપ-સરપંચ કાંતિલાલ માલવિયા ની સ્થાનિક અધિકારીઓના પાપે હત્યા થયાનું પણ નામ જોગ રજૂઆત કરતા એ જણાવ્યું છે.