રાજકોટ : સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ તથા એપ્સીલોન એકેડમી દ્વારા ગવર્મેન્ટ નોકરી ને લગતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શન સેમિનાર નું આયોજન
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા કલાસીસ હંમેશા વિદ્યાર્થીઓથી છલકાતા રહે છે તિવ્ર હરિફાઈ વચ્ચે પણ યુવા વર્ગમાં સરકારી નોકરીનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોટા ભાગનો યુવા વર્ગ સરકારી નોકરી મેળવવા માટે ઉંધામાથે થઈને તન તોડ મહેનત કરી રહ્યો છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ તથા એપ્સીલોન એકેડમી દ્વારા આગામી ટુંક સમયમાં આપાગીગા નો ઓટલો ના મંહત અને ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ ના પ્રમુખ મહા મંડલેશ્વર શ્રી નરેન્દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુ ના અધ્યક્ષ સ્થાને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ રાજકોટ શહેર માં રહેતા વિધાર્થીઓ કે જેઓ ગવર્મેન્ટ નોકરી ને લગતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ કરી રહ્યા છે જેનું સંપૂર્ણ માર્ગદર્શન અમારા સેમિનાર માં નિષ્ણાતો તથા સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા ફ્રી માં આપવામાં આવશે.
સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે સૌપ્રથમ વિઘાર્થીઓના ડેડીકેશનની જરુર હોય છે. કારણ કે ડેડીડેશન વગર કોઇપણ પરીક્ષા પાસ કરી શકાતી નથી. વિઘાર્થી તૈયારી કરે છે જયારે તેનો મિત્ર તૈયારી કરે છે. અથવા તેના પેરેન્ટસ કરે છે તે માટે તૈયારી કરતા હોય છે.
જો વિઘાર્થીમાં ડેડીકેશન હશે તો વિઘાર્થી ગંભીર હશે અને જો તે તૈયારી વ્યવસ્થિત કરતો હશે કારણ કે અત્યારે હરિફાઇ વધુ છે. અને આવી મોટી હરિફાઇમાં જો વિઘાર્થીએ પાસ થવું હોય તો ડેડીકેશન હોવું જરુરી છે. ડેડીફેશનની સાથે ડિસિપ્લીન અને શિસ્ત એટલે વાંચનની સેસમાં કઇ વસ્તુ વાંચે છે કેટલું વાંચે છે અને તેનું આઉટયુટ કેટલું મળે છે તે સેલ્ફ ઇવેલ્યુસન કેવું કરે છે. આ બધી વસ્તુઓ છે તે ખાસ મહત્વ ધરાવે છે
આજે જ આપનું નામ અને અભ્યાસ ની વિગતો મોકલી ફ્રી રજીસ્ટ્રેશન કરાવો. ખાસ નોંધ:- રજીસ્ટ્રેશન માટે ઉમેદવાર ૧૨ પાસ ફરજીયાત હોવા જોઈએ. મોબાઇલ નંબર ભાવિનભાઈ ચોટલીયા 7622801160 / વિશાલભાઈ ચોટલીયા 8866502244