રાજપીપલા : દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવ થયો સંપન્ન

પ્રેસ કલબ નર્મદા, રાજપીપલા આયોજીત સ્વ. રત્નસિંહ મહિડાના સ્મરણાર્થે અને સુરક્ષા સેતુ સોસાયટી, નર્મદા પોલીસના ઉપક્રમે યોજાયેલ દ્વિદિવસીય નવમા નવરાત્રી શેરી ગરબા મહોત્સવ(હરીફાઈ )-2021ની રવિવારે પુર્ણાહુતી કરવામાં આવી હતી.
રવિવાર, તા.10.10.2021, ચોથું નોરતાના બીજે દિવસેનવ દુર્ગા હાઈસ્કૂલ ના પટાંગણમા
1)સ્ટેશન રોડ, રાજપીપલા
2)વિઠ્ઠલનાથજી મન્દિર,સોનિવાડ, રાજપીપલા
3)નવ દુર્ગા હાઈસ્કૂલ, રાજપીપલા
4)સંસ્કૃતિ યુવા મહિલા મંડળ, કાછીયાવાડ, રાજપીપલા
5)ગુજરાત હાઉસિંગ બોર્ડ,મહિલા મંડળરાજપીપલા
એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
જેમાં પ્રથમ વિજેતા સ્ટેશન રોડ, રાજપીપલા, બીજા ક્રમે
વિઠ્ઠલનાથજી મન્દિર,સોનિવાડ, રાજપીપલા અને ત્રીજા ક્રમે
સંસ્કૃતિ યુવા મહિલા મંડળ, કાછીયાવાડ, રાજપીપલાવિજેતા જાહેરથયાં હતા. વિજેતાઓને પ્રથમ વિજેતાને 2001/-રોકડા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. બીજા ક્રમે વિઠ્ઠલનાથજી મન્દિર,સોનિવાડ, રાજપીપલાના વિજેતા ને 1501/-રોકડા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.જયારે ત્રીજા ક્રમે વિજેતા થનાર સંસ્કૃતિ યુવા મહિલા મંડળ, કાછીયાવાડ, રાજપીપલાને 1001/-રોકડા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.નિર્ણાયક તરીકે મનહરબેન મહેતા, દક્ષાબેન પટેલ, જ્યોતિબેન જગતાપ, અને ફાલ્ગુનીબેન પંડ્યાએ સેવા આપી હતી.
આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, બ્લડ બેન્ક રાજપીપલાના ચેરમેન એન બી મહિડા, નાગરિક બેન્ક ના એમડી તેજસભાઈ ગાંધી, જાણીતા એડવોકેટ બંકિમ પરીખ, તથા નવદુર્ગા હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ રીનાબેન પંડ્યા તથા પ્રેસ ક્લબ નર્મદાના પ્રમુખ દીપક જગતાપ, તથા મન્ત્રી આશિક પઠાણ દ્વારા ઇનામ વિતરણ કરાયું હતું. તમામ ભાગ લેનાર બહેનોને પ્રેસ કલબ નર્મદા દ્વારા લ્હાણી આપવામાં આવી હતી. મહાનુભાવોએ છેલ્લા 9વર્ષથી સતત લુપ્ત થયેલા શેરી ગરબાને જીવંત રાખવા નું કામ કરનાર પ્રેસ ક્લબ નર્મદાનેબિરદાવી સુંદર આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ નું સફળ સંચાલન પ્રકાશભાઈ માછી એ કર્યું હતું.