રાજપીપલા : મહિલા પાસેથી ધોળે દિવસે 1.54લાખની સનસનાટી ભરી લૂંટ

નાંદોદ તાલુકાના સણદરા ગામ નજીક જુના ઘાટાપાસે મોટર સાઇકલ પર જતીફાઇનાન્સ બેન્ક ની મહિલા કર્મચારીની મોટરસાઇકલને ત્રણ અજાણ્યા ઈસમોએ મહિલાની મોટર સાઇકલને આંતરીને દંડા બતાવીહુમલો કરી મહિલા પાસેથી ધોળે દિવસે 1.54લાખની સનસનાટીભરી લૂંટનો બનાવ બનવા પામ્યો હતો
આ બનાવમાં ત્રણ અજાણ્યા ઇસમોએ ફરીયાદીની જ્યુપીટર મોટર સાયકલ નંબર GJ-22-4-1215ની આગળ લાકડીઓ બતાવી
મોટર સાયકલને ઉભી રખાવી આરોપીઓએ ફરીયાદી મહિલાને ને લીલા ડંડા વડે ડાબી આંખની ઉપરના ભાગે તથા આંખની નીચેના ભાગે તથા માથાના ભાગે તથા ડાબાહાથના ખભાના ભાગે તથા કાંડાના ભાગે તથા ડાબા પગના જાંઘના ભાગે મારમારી ગેબી ઇજાઓ કરી ફરીયાદી પાસે TSજ્યુપીટર મોટર સાયકલના આગળના
ભાગે રાખેલ સ્કૂલ બેગમાં મુકેલ રોકડ રૂ/-૧,૫૪,૮૪૮/- તથા બેન્કના કાગળો તથા ટેબ્લેટ મોબાઇલ તથા બેન્ક ઓફ બરોડાની પાસ બુકની લુંટ કરી લૂટારુઓ નાસી ગયા હતા. આ ઘટનાથી હેબતાઈ ગયેલ મહિલા કર્મચારી ફરીયાદી ધનપોરના રહેવાસી યશોદાબેન જયેશભાઇ પરમારે
આરોપીઓ આશરે ૨૦ થી ૨૫ વર્ષના ત્રણ અજાણ્યા ઇસમોસામે ફરિયાદ આમલેથા પોલીસ મથકે દાખલ કરી હતી.
આ અંગે જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી નર્મદા પીઆઇ પટેલ ની ટીમે ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા હતા
આ લુંટપ્રકરણ મા વપરાયેલ હથિયાર,
લીલા દંડા, રોકડ રૂ /-૧,૫૪,૮૪૮/- તથા બેન્કના કાગળો તથા ટેબ્લેટ મોબાઇલ તથા બેન્ક ઓફ બરોડાની પાસ બુકક નર્મદા પોલીસે કબજે કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે બોલાવેલ પત્રકાર પરિષદ મા વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે આ ત્રણ રીઢા લૂટારુઓ હતા. એમને મોટરસાઇકલ પર સવાર બે મહિલાઓ યશોદાબેન અને અંકિતા બેન સાથે ઝાંપાઝપી કરતાં મહિલાઓએ વિરોધ કર્યો હતો પણ તેમના ઉપર દંડા વડે હુમલો બેગ છીનવીને લૂટારુઓ નાસી ગયા હતા. જેમાં ગામનો આરોપીકાંતિભાઈ દાવનજી વસાવા, (રહે, સણધરા ),દીપક સોમાભાઈ વસાવા, જગદીશ ભુલાભાઇ વસાવા,(રહે. પ્રતાપનગર )ની ધરપકડ કરી લૂંટમાં ગયેલ ટેબલેટ તથા 1.52લાખરોકડ રકમ અને લૂંટ મા વપરાયેલ મોટરસાઇકલ, તથા દંડા અને બે હથિયારો કબજે કરી ઇ.પી.કો. કલમ. ૩૪૧, ૩૯૪, ૧૧૪ મુજબ કાર્યવાહી હાથ ધરી છે
આ આરોપીઓ આગાઉ લૂંટના ગુનામા સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. જેમા આરોપી દીપક વસાવા વિરૂધમાં ગયા વર્ષે બે આમલેથાઅને એક ઉમલ્લા પોલીસ મથકે લૂંટના ગુના નોંધાયા હતા તથા જગદીશ વસાવા વિરૂધમાંમા પણ ઉમલ્લા પોલીસ મથકે લૂંટના ગુના નોંધાયા હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.