રાષ્ટ્રીય ભાજપે રાજ્યોના પ્રભારીઓની યાદી જાહેર કરી - ભુપેન્દ્ર યાદવને ફરી ગુજરાતના પ્રભારી બનાવાયા

રાષ્ટ્રીય ભાજપે રાજ્યોના પ્રભારીઓની યાદી જાહેર કરી - ભુપેન્દ્ર યાદવને ફરી ગુજરાતના પ્રભારી બનાવાયા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યોના પ્રભારી અને સહપ્રભારીઓની યાદી જાહેર કરી છે. બિહાર વિધાનસભા ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે સારું પ્રદર્શન કરતા ભૂપેન્દ્ર યાદવને ફરીવાર બિહાર અને ગુજરાતના પ્રભારી બનાવાયા છે ત્યારે કૈલાશ વિજયવર્ગીયને ફરી એક વખત પશ્ચિમ બંગાળના પ્રભારી બનાવાયા છે. કૈલાશ વિજયવર્ગીય હાલના સમયમાં બંગાળના પ્રભારી છે જેમણે લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપને સારી સફળતા અપાવી હતી. કૈલાશ વિજયવર્ગીયના પ્રભારી રહેતા ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં બંગાળમાં 18 બેઠકો જીતી હતી ત્યારે પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થશે જેને ધ્યાને લઇ પાર્ટીએ ફરી એકવાર તેમને બંગાળની જવાબદારી સોંપી છે તેમજ ભાજપના પૂર્વ મહાસચિવ રામ માધવને કોઇપણ પ્રદેશના પ્રભારની જવાબદારી નથી આપવામાં આવી. પહેલા તે મણિપુર અને જમ્મુ કાશ્મીરના પ્રભારી હતા. આ સિવાય મહાસચિવ અનિલ જૈન અને સરોજ પાંડેને પણ કોઇપણ પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી નથી ઉપરાંત રાધામોહન સિંહને ઉત્તરપ્રદેશ, અરૂણ સિંહને પંજાબ, વિનોદ સોનકરને ત્રિપુરા, બીજેપી પ્રવક્તા ડો.સંબિત પાત્રાને મણિપુર, મહાસચિવ મુરલીધર રાવને મધ્યપ્રદેશ, નલિન કોહલીને નાગાલેન્ડની જવાબદારી સોપવામાં આવી છે.