લીંબડી : માજી. ધારાસભ્ય સ્વર્ગીય જીતુભા રાણાની છબીનુ અનાવરણ વિધિ

લીંબડીના પૂર્વ ધારાસભ્ય સ્વઃ જીતુભા કેસરીસિંહ રાણા જેઓની છબીનુ અરાવરણ હાલના લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિહ છત્રસિંહ રાણાની ચેમ્બરમાં કરવામાં આવ્યું હતું તેમજ હરપાલસિંહ રાણા અને વિક્રમભાઈ વડેખણીયાના હસ્તે હાર પહેરાવી નમન કરવામાં આવ્યા હતાં ત્યારે આ સમયે જીતુભા રાણાના પુત્ર અને હાલના લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા ભાણુભા, સહિતના ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને ભારત માતા કી જયના નારા બોલાવ્યા હતા.