વાઘોડિયા : તવરા રોડની ઝાડીઓમાં આગ લાગતા અફરા તફરી

વાઘોડિયા તવરા રોડ પર આવેલ ગેસ સબ સ્ટેશન પાસે રોડની સામે આવેલી ઝાડીઓમા કોઈ કારણસર અચાનક આગ લાગતા લોકોનો જીવ પડીકે બંઘાયો હતો.ઘાસ અને ઝાડીઓના કારણે આગ વઘુ ફેલાઈ હતી. ગેસ સબ સ્ટેશન નજીક હોવાથી કો઼ઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી લોકોમા આશંકાએ અફરા તફરી સર્જી હતી.આગના ઘુમ્માડા વાતાવરણ ભરાઈ જતા વિજીબીલીટી ઘટી હતી.વાહન વ્યવહારને રોડપર રોકી દેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.જોકે ગેલ ઈન્ડીયા પાસે પોતાનુ ફાયર સ્ટેશન હોવાથી પોતાના ફાયર ફાઈટરોને ઘટના સ્થળે મોકલી દેવાયા હતા. એક કલાક જેટલા સમયમા બે અગ્નીશામક દળના બંબાઓએ આગપર સતત પાણીનો મારો ચલાવી આગપર સંપુર્ણ કાબુ મેડવ્યો હતો.વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પુન:શરુ કરાવ્યો હતો.