વંથલી : પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલ નાં ભાવ કુદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે સામાન્ય લોકો માટે જીવવું મુશ્કેલ બની ગયું છે. પેટ્રોલ અને ડીઝલ નાં ભાવ વધારા નાં કારણે જીવન જરૂરીયાત ની તમામ વસ્તું ઓ મોંઘી બનવા પામી છે. માધ્યમ અને ગરીબ પરિવારો નાં ઘર ખર્ચ માં તોતિંગ વધારો આવ્યો છે જ્યારે રોજગારી ઘટી છે. મોદી સરકાર દ્વારા બહેનો ને મફત ગેસ નાં બાટલા આપી હાલ સબસીડી બંધ કરી તોતિંગ ભાવ વધારો કરાયો છે ત્યારે ગૃહિણી ઓ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ભારે રોષે ભરાઈ છે. આવા જ સામાન્ય લોકો નો અવાજ બની રાજ્ય નાં કોંગ્રેસીઓ મેદાને આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ની સૂચના અનુસાર રાજ્ય માં અનેક જગ્યા એ પેટ્રોલ અને ડીઝલ નાં ભાવ વધારા નાં વિરોધ માં પેટ્રોલ પંપ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
આજરોજ વંથલી ખાતે પણ વંથલી શહેર અને વંથલી તાલુકા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ નાં ભાવ વધારા સામે વિરોધ નોંધાવવા પોસ્ટરો સાથે જુનાગઢ હાઈવે પર નાં પેટ્રોલ પંપ પર વિરોધ પ્રદર્શિત કર્યો હતો . આ તકે વંથલી કોંગ્રેસ શહેર પ્રમુખ ઈરફાન શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ નાં ભાવ માં તાત્કાલિક ઘટાડો કરવામાં આવે અથવા રાજ્યનાં મુખ્ય મંત્રી અને પ્રધાન મંત્રીએ પોતાના પદેથી રાજીનામું આપવાની માંગ કરી હતી. આ કાર્યક્રમ માં વંથલી નાં કોંગ્રેસી આગેવાન સિરાજ વાજા, અજય વાણવી, ભરત ચાવડા, કમલેશ જાગાણી વિગેરે જોડાયા હતા.