વિદેશમાં રહેતા ભારતીય પરિવાર દ્વારા હોલિકા દહન કરાયું

વિદેશમાં પણ ભારતીય સંસ્ક્રુતિ ઝળકી છે લેસ્ટરમાં રહેતા પરિવારે હોલિકા દહન કર્યું હતું
આજે પણ વિદેશમાં ભારતીય સંસ્કૃતિ જળવાયેલી જોવા મળે છે .લેસ્ટર ખાતે રહેતા જય મહાશક્તિ દેશદેવી આશાપુરા ગ્રુપના ઇલાબેન કિશોરભાઈ મજીઠીયા પરિવાર દરેક તહેવારો હળીમળીને મનાવે છે,તેમના વિસ્તારમાં રહેતા ભારતીયો પણ આ તહેવારો ઉજવે છે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બહાર નીકળવું યોગ્ય નથી આ સમયે ઇલાબેનના પુત્ર કાર્તિક અને શિવાંગ પોતાના ઘરના આંગણામાં ભારતથી હોળી પ્રગટાવવા માટેની સામગ્રી લઇ આવીને પ્રતીક સ્વરૂપે હોળીની પૂજા કરી હતી.આ તકે ગીતાબેન,સિમોન સહિતનાઓ જોડાયા હતા.આ કાર્યને જય મહાશક્તિ ગ્રુપના સૌ સભ્યોએ વધાવી લીધું હતું