વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધન પહેલા રાહુલનું ટ્વીટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધન પહેલા રાહુલનું ટ્વીટ

પ્રધાનમંત્રી મોદી આજે ફરી એકવાર દેશજોગ સંબોધન કરવા જઇ રહ્યા છે. ત્યારે આ સંબોધન પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે સાંજે 6 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધન દરમિયાન દેશને તે તારીખ જણાવવી જ જોઇએ કે જ્યારે તમે ચીનને આપણા ક્ષેત્રમાંથી બહાર ફેંકશો।
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને નથી લાગતું કે વિશ્વનો કોઈ પણ દેશ એવો છે કે જે તેની ધરતી પર ઘૂસણખોરી અંગે ચૂપ રહે હું વડાપ્રધાનને કહેવા માંગું છું અને હું તમને ખાતરી આપું છું કે વડાપ્રધાન પાસે તમને કહેવા માટે કંઈ નથી. મને ખાતરી છે કે તે ચીન શબ્દનો ઉપયોગ નહીં કરે. અમે તેમની પ્રેસ કોન્ફરન્સ જોઇશું.
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે આપણી સ્થિતિ ઘણી સ્પષ્ટ છે. અમારો વિચાર લોકોને એક કરવાનો છે. ચીની લોકો આપણી ધરતી પર કેમ બેઠા છે તેના પર ભાજપે બોલવું જોઈએ. તેઓએ અમારી જમીનના 12 હજાર ચોરસ કિલોમીટર પર અતિક્રમણ કર્યું છે અને અમારા વડાપ્રધાન ખોટું બોલી રહ્યા છે કે કોઈએ જમીન લીધી નથી.